Site icon Just Gujju Things Trending

જુઓ વિડિયો: નિક જોનાસ એ સાસુમા સાથે લગાવ્યા ઠુમકા, લંડન ઠૂમકદા પર કર્યો ડાન્સ

પ્રિયંકા અને નિક જોનાસ ના હમણાં જ લગ્ન થયા, એ તમે બધા જાણતા હશો. અને પ્રિયંકા ને નીકે ભવ્ય રિસેપ્શન યોજાયું હતું. જેમાં આ બને ખુબ સુંદર લાગી રહયા હતા. જણાવી દઈએ કે અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને તેના પતિનું ગુરુવારે એટલે કે ૨૦ ડિસેમ્બર ના રોજ મુંબઈમાં ત્રીજુ વેડિંગ રિસેપ્શન હતું.

પ્રિયંકા લગ્નને લઈને ઘણી ચર્ચામાં રહી હતી ખાસ કરીને તેને જ્યારે ભારત ફિલ્મ છોડી હતી ત્યારે પણ તે સુર્ખીઓમાં રહી હતી અને એવું પણ સામે આવ્યું હતું કે સલમાન તેનાથી નારાજ છે અને આ બંનેના રિસેપ્શનમાં તેઓ બંને ખુબ સુંદર લાગી રહ્યા હતા સાથે સાથે બંનેના પહેરવેશમાં વેસ્ટન તેમજ ભારતીય બંને ટેસ્ટ જોવા મળ્યો હતો.

પ્રિયંકાની આ પાર્ટીમાં ઘણા લોકો સામેલ હતા જેમાં એક સમયે જેની સાથે તેનું નામ જોડાઈ ચુક્યુ હતું તેવા લોકો પણ સામેલ હતા, એટલે કે શાહિદ કપૂર અને હર્મન બાવેજા પણ આ પાર્ટીમાં તેને અભિનંદન આપવા માટે હાજર હતા.

Source: Twitter

તેના રીસૅપ્શનના પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં ક્યારેક મહેમાનો નજરે ચડતા હતા તો ક્યારેક બંને નવયુગલ નજરે ચડતા હતા.

એવી જ રીતે હમણાં એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં પ્રિયંકા ની માતા એટલે કે નિક જોનાસ ના સાસુ સાથે નિક ડાન્સ કરતા નજરે પડ્યા હતા. અને આ વિડિઓ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થયો હતો.

તમે પણ જુઓ વિડિયો

જણાવી દઈએ કે આ જ પાર્ટીમાં ગત મહિને જેના લગ્ન થયા તે રણવીર અને દીપિકા પણ સામેલ હતા, જેઓ ત્યાં પ્રિયંકાને અભિનંદન આપવા માટે હાજર હતા. તે બંને પણ ખૂબસુરત લાગી રહયા હતા.

કહેવાય છે કે પ્રિયંકા નું નામ ની સાથે ઘણી વખત જોડાઈ ચૂક્યું છે, અને તેના સંબંધ વિશે ઘણી અફવાઓ પણ ફેલાઈ રહી હતી, પરંતુ અંતે થોડા સમય પહેલા આ બંનેએ પોતાના સંબંધો સ્વીકાર્યા હતા અને હાલમાં જ પોતાના લગ્ન પણ કરી લીધા છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version