Site icon Just Gujju Things Trending

Priya Prakash Varrier ફરી પાછી આવી ચર્ચામાં, જુઓ આ નવો વીડિયો

ગત વર્ષે રાતોરાત જે અભિનેત્રીને ફ્રેમ મળી હતી તે અભિનેત્રીને ભારતભરમાં બધા લોકો ઓળખતા થઇ ગયા હતા, અને તેને રાતોરાત ઘણી બધી લોકપ્રિયતા મળી ગઈ હતી. એટલું જ નહીં મીડિયા કહો કે સામાન્ય માણસ દરેક લોકો ની ચર્ચા માં તે વિષય બની ગઈ હતી.

અચાનક તેના ઇન્સ્ટાગ્રામ પર ફોલો પણ વધી ગયા હતા જેના પછી તે અવારનવાર પોતાના નવા ફોટા વગેરે શેર કર્યા રાખતી હતી. તેને કરાવેલા ફોટો શૂટ ના ફોટા પણ તે દરેક લોકો સાથે શેર કરી રાખે છે.

અવારનવાર તે પોતાના ફોટા ને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહે છે અને હમણાં જ વાત કરીએ તો હાલમાં પણ તેને એક વીડિયો સોશિયલ મીડિયા માં મુક્યો હતો જેને 50 હજારથી પણ વધુ લોકોએ લાઈક કર્યો છે અને બે દિવસ પહેલા તેને શેર કર્યો ત્યાર પછી બે લાખથી પણ વધુ વખત જોવાઈ ચૂક્યો છે.

આ વખતે તે ફોટાને કારણે નહીં પરંતુ વીડિયોને કારણે ચર્ચામાં આવી છે, અને આ વિડીયો માટે અભિનય નહીં પરંતુ ગીત ગાતી નજરે આવે છે.

જુઓ વિડિયો

એટલે કે તેને એક ફિલ્મ માટે પ્લેબેક સિંગિંગ આપ્યું છે, જેના કારણે તેને આ વિડિયો દરેક લોકો સાથે શેર કર્યો હતો અને આ ગીત હજુ આખું રિલીઝ થયું નથી.

વીડિયોની અંતે એમ પણ જોઈ શકાય છે કે ટૂંક સમયમાં જ આખો વિડીયો તેમજ આખું ગીત રિલીઝ કરવામાં આવશે.

તમને આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version