વિશાખાપટ્ટનમ બીજા વન-ડેમાં કોહલીએ તોફાની બાજી રમીને દરેકને પોતાની તાકાત દેખાડી દીધી, અને માત્ર 129 બોલમાં 157 રન બનાવ્યા, સાથે ૧૩ ચોકા અને ૪ છક્કા પણ માર્યા. આથી એના નામે દસ હજાર રન બનાવવાનો વિક્રમ નોંધાયો, પરંતુ તેને માત્ર દસ હજાર રન કર્યા એટલે નહીં પરંતુ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 10000 રન કર્યા હતા.
આ સિવાય કોહલીએ માત્ર 11 ઈનીંગ રમીને સૌથી ઝડપી એક હજાર રન બનાવ્યા. તે આ મામલામાં પણ પહેલા નંબરે આવી ગયા, કારણ કે આ વર્ષમાં અથવા કોઈ પણ વર્ષમાં સૌથી મહત્તમ 15 ઇનિંગમાં 1000 રન બનાવ્યા નો રેકોર્ડ હતો. તે તેને તોડી નાખ્યો
આ સિવાય ભારતીય ધરતી ઉપર તેઓએ ચાર હજારથી ઉપર રન બનાવ્યા. સચિન ધોની પછી તેઓ ત્રીજા ક્રિકેટર બન્યા જેઓએ ભારત ની ધરતી પર ચાર હજારથી વધુ રન બનાવ્યા છે.
આ સિવાય આ ઈનિંગ રમ્યા પછી કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે સચિનના સૌથી વધુ ૧૭૩ રનનો રેકોર્ડ તોડીને તેઓ પણ નંબર વન બની ગયા.
કોહલીએ 2018માં એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 140 ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. જે લગભગ દુનિયામાં કોઈપણ ક્રિકેટર કરતા સર્વાધિક છે.
કોહલીએ માત્ર ૨૦૫ ઇનિંગ રમીને ૧૦ હજાર રન પૂરા કર્યા, જે દુનિયામાં સૌથી ઝડપી ૧૦ હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ છે.
કોહલી એ વેસ્ટ ઈન્ડિઝ ની સામે સૌથી વધુ છ શતક માર્યા, જે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ અને બીજા નો રેકોર્ડ ( 5 શતક) ને તોડી નાખ્યો.
2018 એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલી ના નામે થઇ ગયો.
માત્ર 137 ઈનિંગ્ઝમાં સૌથી ઝડપી 8000 રન બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે થઇ ગયો. તેઓ પહેલા એવા કપ્તાન બન્યા જેને 137 ઇનિંગમાં 8000 રન કર્યા છે.
વિરાટ પોતાના ક્રિકેટ કેરિયર માં 30 શતક મારીને નો રેકોર્ડ તોડીને તેઓ અત્યારે પહેલા નંબરે આવી ચૂક્યા છે.