Site icon Just Gujju Things Trending

જ્યારે સુપરસ્ટાર રજનીકાંત ને ભીખ માં મળ્યા 10 રૂપિયા, પછી જે થયુ તે જાણીને ચોંકી જશો…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે નામ વર્ષોથી જોડાયેલું છે અને સાઉથમાં તેના અસંખ્ય ચાહકો પણ છે તે સુપર સ્ટાર એટલે કે રજનીકાંત ની સાથે એક એવી ઘટના બની હતી જે આપણા માટે જાણવી ખૂબ જરૂરી છે કારણ કે આ ઘટના બની તો તેની સાથે હતી પરંતુ તેમાંથી જે પ્રેરણા મળે છે તે આપણે બધાએ લેવા જેવી છે. આજે લગભગ ઘણી મોટી બોલિવૂડની હસ્તીઓ સાથે પણ રજનીકાંતે કામ કરી લીધું છે, પરંતુ તેની પહેલાની જિંદગીમાં તેઓએ struggle પણ એવી કરી છે.

સાઉથ ના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો તેને ભગવાન સ્વરૂપે પણ ગણવામાં આવે છે. જણાવી દઇએ કે આટલા મોટા સુપર સ્ટાર હોવા છતાં તે પોતાની અંગત જિંદગીમાં ખૂબ જ સરળ માણસ છે. અને પેલું અંગ્રેજીમાં કહીએ તો ખૂબ જ ડાઉન ટુ અર્થ માણસ છે. રજનીકાંતની જિંદગીમાં એકથી એક ચડિયાતા કિસ્સાઓ બન્યા હતા પરંતુ અમુક કિસ્સાઓમાં થી આપણે પણ પ્રેરણા લેવા જેવી છે.

એક વખતની વાત છે જ્યારે રજનીકાંતની એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું શિવાજી ધ બોસ. બસ આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને સુપરહિટ પણ થઇ ચૂકી હતી. એટલે રજનીકાંત આ ફિલ્મની સુપર હીટ થવાની ખુશીમાં મંદિર ગયા હતા. જ્યાં ગયા અને ત્યાં એક મહિલા આવી અને તેને રજનીકાંતને દસ રૂપિયા આપ્યા, જે રજનીકાંતે ખુબ જ સંભાળીને રાખી દીધા. જણાવી દઈએ કે મહિલાને ખબર ન હતી કે તે રજનીકાંત છે પરંતુ તેને ભિખારી સમજીને રૂપિયા આપ્યા હતા.

રજનીકાંત આમ પણ પોતાની અસલ જિંદગીમાં ખૂબ સાધારણ માનવી છે. પરંતુ સાથે સાથે એક સેલિબ્રિટી પણ હોવાથી તે જ્યાં જાય ત્યાં અસંખ્ય ભીડ થતી હોય છે, આથી તેઓ મંદિરે પોતાનું રૂપ બદલીને ગયા હતા. આથી તેઓએ એક ખુબજ ઘરડા માણસ નું રૂપ ધારણ કરી લીધું હતું જે ખૂબ જ સાધારણ માણસ લાગી રહ્યો હોય. અને જ્યારે પેલી મહિલાએ દસ રૂપિયા આપ્યા અને આગળ ચાલતી થઈ ત્યારે તેને પાછળથી ખબર પડી કે આ રજનીકાંત છે એટલે તે માફી માંગવા લાગી.

પછી રજનીકાંત મહિલા જ્યારે માંગવા લાગી ત્યારે કહ્યું કે જે પણ કંઈ થયું તે સારા માટે થયું. કદાચ ભગવાન મને કહેવા માંગતા હતા કે જીવનમાં કઈ પણ થઈ જાય, પરંતુ તમારા પગ હંમેશા જમીન પર રાખવા જોઈએ. અને એટલું જ નહીં રજનીકાંતે તે મહિલાનો આભાર પણ માન્યો અને કહ્યું કે મારી ઓળખાણ એક સુપરસ્ટાર નહીં પરંતુ એક સામાન્ય માણસ છે. જેને કોઈ બદલી શકે નહીં.

આમ જોતા આ સાવ સામાન્ય ઘટના લાગે કે જેમાં વેશપલટો કરીને ગયા હોવાથી તેને કોઈ ઓળખી ન શક્યો પરંતુ હકીકતમાં આ ઘટના આપણને ઘણી શીખ આપીને જાય છે. કે આપણે જીવનમાં ગમે તેટલા શિખરો સર કરી લઈએ પરંતુ આપણી જે સાચી ઓળખાણ છે. આપણું જ્યાં મૂળ સ્થાન છે તે કદી ભૂલવું જોઈએ નહીં. અને પોતાની જાત પર ક્યારેય ખોટું અભિમાન કરવું જોઈએ નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version