Site icon Just Gujju Things Trending

રણવીરે તોડ્યા પોતાનાં જ રેકોર્ડ, જાણો ફિલ્મ સિમ્બા નો પહેલા દિવસ નું કલેક્શન

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને સારા અલી ખાન ને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. અને તેને એક દિવસ પણ પૂરો થઇ ચુક્યો છે, ત્યારે તેના ચાહકોમાં ઉત્સાહ તો કે આ ફિલ્મ કેટલા કરોડની કમાણી પહેલા દિવસે કરશે.

જણાવી દઈએ કે પહેલા દિવસ નું ફિલ્મ નું કલેક્શન સારું રહ્યું છે. એટલું જ નહીં પરંતુ રણવીર સિંહે પોતાના રેકોર્ડ તોડી નાખ્યા છે. ચાલો જાણીએ કેટલું રહ્યું કલેક્શન અને ક્યા રેકોર્ડ તોડ્યા છે.

જણાવી દઈએ કે સિમ્બા એ પહેલા દિવસે 20.72 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અને આ ફિલ્મ નો બીજો દિવસ પહેલા દિવસ કરતા પણ સારો પરફોર્મ કરી રહ્યો છે તેવી પણ જાણકારી મળી હતી. એટલે કે ફિલ્મનું બીજા દિવસનું કલેક્શન પહેલા દિવસ કરતાં પણ વધી શકે છે.

ઘણા ક્રિટીક અનુસાર આ ફિલ્મ ને એટલી બધી પસંદ કરવામાં આવી છે કે ઘણાએ આને બ્લોકબસ્ટર કહી છે, તો ઘણાએ કહ્યું છે કે ૨૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.

પદ્માવત ને પણ છોડી પાછળ

રણવીર સિંહની આ ફિલ્મે પોતાની ફિલ્મ પદ્માવત કે જેને ૧૯ કરોડ રૂપિયાની પહેલા દિવસની ઓપનિંગ મળી હતી તેને પણ પાછળ છોડી હતી. અને આટલું ઓછું હોય ત્યાં રણવીર ની બધી ફિલ્મો કરતાં પણ આ ફિલ્મ સૌથી સારા પહેલા દિવસના પ્રદર્શને રહી હતી. એટલે કે રણવીર અને તારાની આ સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની હતી. આથી રણવીરે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

એટલું જ નહીં સારા ની પહેલી ફિલ્મ કેદારનાથને પહેલા દિવસે સાત કરોડ જેટલી ઓપનિંગ મળી હતી આથી સારા માટે પણ આ ફિલ્મ શ્રેષ્ઠ સાબિત થશે. અને તેને પણ પોતાનો આગલી ફિલ્મનો રેકોર્ડ તોડ્યો છે.

દર્શકોને ફિલ્મ પસંદ આવી રહી છે તો સાથે સાથે અમુક દર્શકોને આ કંટાળાજનક ફિલ્મ પણ લાગે છે, અમુક લોકો એ ફિલ્મની મજાક પણ ઉડાવી હતી. તો અમુક લોકો એ ફિલ્મના ભરપૂર વખાણ કર્યા છે.

હવે જોવાનું એ રહ્યું કે ઓપનિંગની સાથે-સાથે આખા અઠવાડિયામાં આ ફિલ્મ કેવો બિઝનેસ કરે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version