Site icon Just Gujju Things Trending

લગ્ન પછી પહેલી વખત રણવીરે પત્નીને કહ્યું આવું, દીપિકા થઈ ઈમોશનલ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હવે પ્રેમી પંખીડા નથી કારણ કે તેઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે, લગ્ન કર્યા બાદ બંને કોઈ કારણોસર મીડિયામાં આવે તો તેને લોકો સવાલ પૂછતા હોય છે, હાલ મા દીપિકાએ જણાવ્યું હતું કે તેને લગ્ન કરી લીધા છે તેવું લાગી રહ્યું જ નથી, જણાવી દઈએ કે રણવીરની હાલમાં જ નવી ફિલ્મ આવવાની છે. આથી તે તેના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આ બંને નવયુગલે હાલમાં થયેલા star screen awards 2018 માં હાજરી આપી હતી, જ્યાં આ શોના બધા સ્ટાર ને એવોર્ડ આપવામાં આવ્યા હતા, એ જ જગ્યા પર રણવીર સિંહને બેસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો, જણાવી દઈએ કે આ એવોર્ડ આપવામાં આવ્યો તેનો કોઈ એ વિડીયો ઉતાર્યો હતો જે ઇન્સ્ટાગ્રામ પર ઘણો વાયરલ થયો હતો.

વાત એમ બની હતી કે દીપિકા પદુકોણ અને રણવીર સિંહ અને સ્ટેજ પર ઉભા હતા, રણવીરે એવોર્ડ સ્વીકાર્યા બાદ પોતાની સ્પીચ આપી હતી જે સાંભળીને દીપિકા ની આંખમાં આંસુ આવી ગયા હતા, ચાલો જાણીએ શું આપી હતી સ્પીચ.

જુઓ શું કહ્યું હતું વીડિયોમાં

એવોર્ડ સ્વીકારતી વખતે પોતાની પત્ની દીપીકા તરફ જોઈને કહ્યું હતું કે ફિલ્મમાં મને રાણી મળી નથી, પરંતુ સાચી જિંદગીમાં મને રાણી મળી ગઈ છે. આ સિવાય કહ્યું હતું કે પાછલા છ વર્ષમાં જે પણ કંઈ રણવીરે હાંસલ કર્યું છે તેમાં તેને કેન્દ્રિત રાખવાનો અને તેના માટે કંઈ પણ કરવાનો શ્રેય દીપિકાને જાય છે. ત્યાર પછી દીપીકાને અનુલક્ષીને કહ્યું હતું કે આઈ લવ યુ.

બંને એ પ્રભુતામાં પગલા માંડયા તેને ઘણા દિવસો થઈ ચૂક્યા છે, પરંતુ હાલમાં પણ તેઓ જ્યારે પણ પબ્લિક માં નજર આવે ત્યારે જાણે આજે જ તેના લગ્ન થયા હોય તેવા લાગી રહ્યા હોય છે. અને તે બન્ને એ એકબીજાને છ વર્ષ સુધી સાથે રહ્યા બાદ લગ્ન કર્યા છે. આથી તે બંને વચ્ચેનું બૉન્ડિંગ હજુ પણ કાયમ છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version