રાશિ અનુસાર કરો આ ખાસ ઉપાય, દૂર થઈ જશે બધી સમસ્યાઓ

આપણે ઘણી વખત ખૂબ મહેનત કરતા હોઈએ છીએ પરંતુ જેટલી મહેનત કરી છે તેઓ ફળ મળતું નથી. પછી એ આર્થિક રીતે કહો કે સામાજિક રીતે પરંતુ આપણે મહેનત કરતા હોઈએ છીએ પરંતુ એટલા પૈસા મળતા હોતા નથી. મહેનત જિંદગીનો એક અભિન્ન પાછુ છે જેને દરેકે કરવી જ પડે છે. પરંતુ સાથે સાથે જો અમુક ટોટકા અજમાવવામાં આવે તો તે આપણા નસીબ સાથે જોડાઈને ઘણા સારા પરિણામ લાવી શકે છે.

એવી જ રીતના જ્યોતિષશાસ્ત્રમાં અમુક ઉપાયો રાશિ પ્રમાણે કરવાથી ઘણા ફાયદા રહે છે. ચાલો જાણીએ કે આ ઉપાયો કઈ રાશિના લોકોએ કરવા જોઈએ.

મેષ રાશિના લોકો માટે અમીર બનવા માટે ખજૂરનો ઉપાય કરવો જોઈએ, આના માટે 200થી 250 ગ્રામ જેટલો ખજૂર લઈને રાખો. તેમાંથી બે ખજૂર આપણા માટે રાખી અને બાકીના ખજૂર લુહાર અથવા સુથારને દાનમાં આપી દો. આવુ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે.

વૃષભ રાશિના લોકો ધન કમાવા માટે શનિદેવના મંદિરમાં ગોળનું દાન કરવું જોઈએ. આવું કરવાથી રામભક્ત હનુમાનજી ની સાથે શનિદેવની કૃપા પણ વર્ષે છે.

મિથુન રાશિના લોકોએ કૂતરાને રોટલી દાન કરવું જોઈએ. અને ખાસ કરીને ધ્યાનમાં રાખવું કે કુતરા નો કલર કાળો હોય. આનાથી તમારા જીવનમાં રહેલી બધી સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં પ્રગતિના નવા રસ્તાઓ ખુલે છે.

કર્ક રાશિના લોકો શનિવારના દિવસે કાળા રંગનું કપડું ખરીદીને પોતાના કાકાને ગીફ્ટ એટલે કે ભેટ સ્વરૂપે આપવું જોઈએ. આવું કરવાથી વડીલોના આશીર્વાદ મળે છે અને વેપાર ધંધામાં તરક્કી થાય છે.

સિંહ રાશિના લોકો ભૈરવ બાબા ને જલેબી નો ભોગ ઘરે તો તે શુભ મનાય છે. આવું કરવા માનસિક શાંતિ મળે છે, દર શનિવાર અને રવિવાર આ ઉપાય કરવો.

કન્યા રાશિના લોકો માટે શનિવારના દિવસે શનિદેવનો મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર છે ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી માન-સન્માન વધે છે અને બીજા પણ ફાયદાઓ મળે છે.

તુલા રાશિના લોકોએ શનિવારના દિવસે મોચી ને કાળા શૂઝ અને બેલ્ટ દાનમાં આપવા જોઈએ. આવું કરવાથી તેઓ દામ્પત્ય જીવન ખુશહાલ રહે છે અને સંબંધો વધુ મધુર બને છે.

વૃશ્ચિક રાશિના લોકોને સાબૂત અડદની દાળનો ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કરવા માટે એક મોટી સાબૂત અડદની દાળ ને લીમડાના વૃક્ષ પાસે જમીનમાં દબાવી દો. વેપાર-ધંધામાં નુકસાન થી છુટકારો મળે છે.

ધન રાશિના લોકો માટે ॐ શં શનૈશ્વરાય નમઃ આ મંત્રનો જાપ ૧૦૮ વખત કરવો. આનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

મકર રાશિના લોકો માટે ઘરમાં સકારાત્મકતા લાવવા માટે એક કિલો સાબૂત સિંધાલૂણ મીઠું લઈને વહેતી નદીના પ્રવાહમાં પ્રવાહિત કરી દો. આવું કરવાથી શનિ દોષ દૂર થાય છે.

કુંભ રાશિના જાતકો માટે એક કાળા કોલસા ને પાણીમાં પ્રવાહિત કરવાથી લેવડદેવડમાં આવી રહેલી પરેશાનીઓથી છુટકારો મળે છે. અને આર્થિક વૃદ્ધિ માટે સાંજે સરસવના તેલનો દીપ પ્રગટાવવો.

મીન રાશિના લોકો માટે લીમડાના ઝાડ ના મૂળ માં પાણી ચઢાવવું જોઈએ. આવું રોજ કરવાથી જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે અને તરક્કી ના નવા રસ્તાઓ મળે છે.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team