જેમને કોઈપણ શારિરીક તકલીફ હોય છે
એમનો સંઘર્ષ નાનપણથી જ ચાલુ થઈ જાય છે
સ્કૂલમાં એકલતાનો અનુભવ
ને ભુલીને હિંમત રાખીને સ્કૂલમાં જઈને ભણવાનું
કોલેજ માં તકલીફની હાંસી ઉડાડવાવાળા
ને ગણકાર્યા વગર કોલેજથી ગ્રજ્યુએશન પુરુ કરવાનું
પોસ્ટ ગ્રેજ્યુએશન માં ડોળા કાઢવાવાળા
ને નજર અંદાજ કરીને ડીગ્રી મેળવવાની
ઈન્ટરવ્યુ માં અપમાન કરવાવાળા
નો ધીરજથી સામનો કરવાનો
જોબ માં અઢળક પક્ષપાત
ને કડવા ઘુંટની જેમ પીવાનું
લગ્ન વખતે પાત્રો જોતા વખતે બધાની મફતની સલાહનો ત્રાસ સહન કરવાનો
વાર-તહેવારે અને લગ્ન પ્રસંગે
સગા-વ્હાલાના ટોણા સાંભળવાના
આટલો સંઘર્ષ કરીને આટલે સુધી પહોંચ્યા છો
તો તમે જે ધારો તે કરી શકો છો
હિંમત ક્યારેય હારતા નહીં
અને સમાજની વાતોને
મન પર ક્યારેય લેતા નહીં
-કિંજલ સંઘવી