પ્રેમ નો એહસાસ જેને પ્રેમ થયો હોય તેને જ ખબર હોય.કારણ કે જેને પ્રેમ જ ન થયો હોય તેને પ્રેમની લાગણી વિશે કે તેના અહેસાસ વિશે વધુ ખબર હોતી નથી. કોઈ પણ માણસને પ્રેમ થાય એટલે તેને પોતાને ખબર તો પડી જ જાય છે પરંતુ સાથે-સાથે બધું અલગ લાગવા લાગે છે, જેમ ઘણી વખત વિચાર પણ બદલાઈ જતા હોય છે. ઘણી વખત કોઈને એક તરફી પ્રેમ થઈ જાય એટલે કે જો તેને એકને જ પ્રેમ થાય અને બીજા પાત્રને પ્રેમ ન હોય તો તે ઘણી વખત ખબર હોતી નથી, પરંતુ અમુક સંકેતો એવા છે જેનાથી ખબર પડી શકે છે કે પ્રેમ એક તરફી છે કે કેમ. ચાલો જાણીએ
જ્યારે પણ તમને એક તરફ પ્રેમ થાય ત્યારે તમે વધુ સમય સુધી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનું ચાલુ કરી દો છો. અને તમે તેની પ્રોફાઈલ, એક્ટિવિટી તેમજ તસવીરને જોયા કરો છો.
ઘણી વખત તમે જો તમારા દોસ્ત ને એક તરફી પ્રેમ કરતા હોય તો તમે તેને વારંવાર મેસેજ કરવા લાગો છો. અને જો તે તેનો રીપ્લાય ના આપે તો તમને એનાથી ઉદાસીનતા મહેસુસ થાય છે.
આ સિવાય ઘણી વખત પ્રેમમાં તમે અલગ થઈ ગયા હોય છતાં પણ તમે વારંવાર તેની રાહ જોતા રહેતા હોય છો. અને તમે ઘણી વખત વિચારતા રહો છો કે પહેલા જેવું પાછું બધું ઠીક થઈ જાય.
આ થોડું સાંભળવામાં વીઅર્ડ લાગશે પણ ઘણી વખત એક તરફી પ્રેમ કરવાવાળા લોકો બેડ પર તકિયા ને ગળે લગાવીને સુતા હોય છે. આ સિવાય તમને જેની સાથે પ્રેમ હોય તેના મનમાં આવ્યા રાખે છે.
જો તમને એક તરફી પ્રેમ હોય તો તેના કોઈ દોસ્ત તમારા પણ દોસ્ત હોય તો તમે તેના વિશે ઘણું પૂછપૂછ કરતા રહો છો, અને તેને શું ગમે છે શું નથી ગમતું તેના વિશે પણ જાણવાની કોશિશ કરો છો.
ઘણી વખત આપણને પ્રેમ થવાથી કોઈ પણ કામમાં મન લાગતુ હોતુ નથી, અને દરેક સમયે બસ તેનો જ ખ્યાલ આવે રાખે છે. અને ઘણા લોકો આખો દિવસ ઉદાસ રહેવા લાગે છે.
આ સિવાય તમે જેને પ્રેમ કરો છો તેને જો કોઈ બીજા વ્યક્તિ સાથે જોઈ લો તો તમને ઇર્ષા થવા લાગે તો આ પણ એક એક તરફી પ્રેમ નો સંકેત હોઈ શકે છે. ઘણી વખત તો તમે તેને બીજા સાથે જોઈને અંદરો અંદર ગુસ્સે થવા લાગો છો.