ગમે તેવો સમય હોય, આ એક વસ્તુ હશે તો તમને સફળ થતાં કોઈ રોકી નહીં શકે! વાંચો

પાણીને એક વાસણમાં લઈ સ્ટવ ઉપર મુકવામાં આવે ગરમ થતા તાપમાન 98 ડિગ્રી થાય 99 ડિગ્રી થાય અને બરાબર ત્યારે જ સ્ટવ બંધ કરી દઈએ તો શું થાય?
.
.

હા તમે વિચાર્યું એ સાચું હતું, પાણી ઉકળે જ નહીં.

જો પાણીને ઉકાળવાનો હેતુ હોય તો એને 100 ડિગ્રી તાપમાન સુધી તો ગરમ કરવું જ પડે.

આવું જ કંઇક છે આપણે હાથ પર લીધેલા કામનું, શું એ કાર્યમાં સો ટકા ભરોસો છે પોતાની જાત પર? એટલો વિશ્વાસ છે કે એ કાર્ય ગમે તેવી મુશ્કેલ હોય તો પણ એ પાર પડશે જ? એટલી છલોછલ આત્મશ્રદ્ધા છે કે એ કાર્ય સફળ થઈને જ રહેશે?

વનસ્પતિમાં પણ જીવ છે એવું સત્ય જગદીશચંદ્ર બોઝ એ જાહેર કર્યું, ત્યારે એ ઘણા વિજ્ઞાનીઓ ને ગમ્યું ન હતું. અને એની વાતને માનવા તૈયાર જ નહોતા. જગદીશ ચંદ્ર બોઝ એક સભામાં એમના સંશોધન અને તારણની વાત રજુ કરતા હતા ત્યારે એના એક વિરોધી વિજ્ઞાનીએ જગદીશચંદ્ર બોઝ ને પડકાર ફેકયો.

એણે કહ્યું જો વનસ્પતિ માણસની જેમ જીવવું હોય તો માણસના શરીર પર જેવી અસર થાય એવી અસર વનસ્પતિ પર પણ થવી જોઈએ. માણસને ઝેર આપો તો એના ગાત્રો શિથિલ થઈ જાય, એ જ રીતે વનસ્પતિને ઝેર આપવાથી એનામાં શિથિલતા આવી જાય ખરી?

જગદીશ ચંદ્ર બોઝ એ કહ્યું જેવી લાગણી અને સંવેદના માણસ અનુભવે એ વેદના વનસ્પતિનેય થતી હોય છે. એના પર ઝેરનીય અસર થાય જ.

આ વાત સાબિત કરવા પહેલાં વૈજ્ઞાનિકે ઝેરની એક પડીકી બોઝને આપી. ઇન્જેક્શન વડે એ ઝેરને વનસ્પતિમાં દાખલ કરવામાં આવ્યું. બધા લોકો આ પ્રયોગ જોતા હતા પણ વનસ્પતિ પર કશી અસર થઈ નહીં એટલે પેલો વૈજ્ઞાનિક તો ગેલમાં આવીને કહેવા લાગ્યો કે શ્રીમાન બોઝ નો સિદ્ધાંત બેબુનિયાદ અને પાયા વિહોણો છે.

જગદીશ ચંદ્ર બોઝ જ કહ્યું મારો સિદ્ધાંત છે જે ખોટો નથી. ખોટું તો આ ઝેર છે. ઝેર સાચું હોત તો વનસ્પતિને જરૂર અસર થઇ હોત. ખોટા ઝેરની અસર એના પર ન થાય.

કોઈએ કહ્યું કે એ ઝેર ખોટું છે એ પારખ્યા વગર તમે કેમ કહી શકો.

ત્યારે જગદીશચંદ્ર બોઝ એ કહ્યું કે મને મારા પ્રયોગમાં શ્રદ્ધા છે મારા તારણ પર ભરોસો છે અને મારી જાત પર વિશ્વાસ છે. આજે ખરેખર ઝેર નથી જ. એટલું કહી એમણે પડીકી માંથી વધેલું ઝેર પોતાના મુખમાં મૂક્યું, પણ કશું જ ન થયું.

પેલા વિજ્ઞાનીએ પણ કબુલ કર્યુ કે બોઝને પરાસ્ત કરવા માટે થઈને ઝેર ને બદલે પડીકીમાં ભળતો ઝીણો ભૂકો જ આપ્યો હતો. એની આવી તરકીબ સામે જગદીશચંદ્ર બોઝના આત્મશ્રદ્ધાનો વિજય થયો.

આત્મ શ્રદ્ધાનું બળ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ માર્ગ કાઢવા માટે પ્રેરણા આપે છે.

એટલે જ કહેવાય છે કે આત્મ વિશ્વાસ હોય તો ગમે તે કરી શકાય છે, મન થી પર્વત પણ ડગાવી શકાય છે! સ્ટોરી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.

અને આ લેખ ને લાખો લોકો સુધી પહોંચાડવા માટે દરેક ગ્રુપ માં શેર કરજો. આ લેખ તમને પસંદ પડ્યો હોય તો 1 થી 10 માં રેટીંગ કમેન્ટમાં આપજો!

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team