Site icon Just Gujju Things Trending

1300 રૂપિયા માં 3 વિદ્યાર્થીઓએ ખરીધ્યો સોફા, પછી થયું એવું કે એક પળમાં જ ચમકી ગઈ કિસ્મત

આપણા માંથી મોટા ભાગના લોકો જૂની વસ્તુઓને વેચીને નવી વસ્તુઓ ખરીદે છે, એટલું જ નહીં ક્યારેક ક્યારેક જૂની વસ્તુઓ માં ચેક કર્યા વગર વેચી નાખવાથી ઘણી વખત નુકસાન પણ થાય છે. એટલે કે અમુક વસ્તુ કીમતી હોવા છતાં આપણે તેને ભંગારમાં આપી દેતા હોઈએ છીએ. પરંતુ આપણને તેનો અહેસાસ થોડા સમય પછી થાય છે.

હાલમાં જ આવી એક ઘટના બની ભારતમાં તો નહીં પરંતુ વિદેશમાં ત્રણ વિદ્યાર્થીઓ ભણવા ગયા હતા, ત્યાં તેઓએ 1300 રૂપિયા માં અંદાજે એક સોફા ખરીદ્યો હતો. પરંતુ સોફા ખરીદ્યા પછી તેને ઘરે લાવીને ચેક કર્યો તો આ મામૂલી કિંમત નો સોફા લાખો રૂપિયાનો થઈ ગયો.

હકીકતમાં વાત જાણે એમ છે કે ત્રણ વિદ્યાર્થીઓ કે જે કોલેજમાં સાથે ભણતા હતા તેને એક ઘર ભાડે લીધું હતું. અને એ ઘરમાં તેઓએ સામાન તરીકે જૂની વસ્તુઓ વસાવવાની શરુ કરી દીધી, એ દરમિયાન તેઓ એક સોફા ખરીદવા પણ ગયા હતા, ત્યાંથી તેને 1300 રૂપિયા મા તે સોફા મળી ગયો. પરંતુ એ વિદ્યાર્થીઓને ખબર ન હતી કે આ મામૂલી કિંમતવાળો સોફા તેઓને લાખો પતિ બનાવી દેશે.

અને થયું પણ એવું જ, અચાનક તેઓનું નસીબ બદલાઈ જાય તેવો કિસ્સો બન્યો. તેઓ જ્યારે સોફા પર બેઠા ત્યારે તેને કઈ ખૂંચતું હોય તેવું લાગ્યું. ત્યાર પછી જે જગ્યાએથી ખૂટતું હતું ત્યાથી sofa cushion હટાવીને જોયું તો તેઓને એક કવર મળ્યું જેમાં પૈસા રાખેલા હતા. જણાવી દઈએ કે એ કવર માં અહીં ની કિંમત પ્રમાણે 70 હજાર રૂપિયા પડ્યા હતા.

તેને પૈસા મળ્યા પછી સોફા ના બધા કુશન ને Hot આવીને જોયું તો એક પછી એક કવર મળવાના શરૂ થઈ ગયા. અને ટૂંક સમયમાં જ ઘણા બધા કવર મળી ગયા અને બધાની ગણતરી કરી તો ભારતીય આ પ્રમાણે તેની કિંમત 40 લાખ રૂપિયા જેટલી થાય.

અને આ સામાન્ય વિદ્યાર્થીઓને આટલા પૈસા મળ્યા પછી તેઓએ પૈસા સાથે પોતાની ખુબ તસવીરો પડાવી. પરંતુ એ દરમિયાન તેના હાથમાં એક બેન્કની સ્લિપ મળી જેમાં પૈસા ના માલિક ની જાણકારી લખી હતી. આથી આ વિદ્યાર્થીઓને સમજાઈ ગયું કે બેંકમાં જમા કરાવવાના પૈસા હતા પરંતુ કોઈ કારણોસર જમા થયેલ નથી.

હાથી આ લોકોએ બેન્કની સ્લિપ ની મદદથી પૈસાના સાચા માલિક ની તલાશ શરૂ કરી. અને ધીમે ધીમે તેને પૈસા ના માલિકની ઓળખાણ મળતી ગઈ તેમજ તેના ઘર વિશે પણ ખબર પડી ગઈ. ત્યારે ત્યાં ઘરે જઈને જોયું તો ત્યાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી જે એકલી હતી. આ વિદ્યાર્થીઓએ જ્યારે તેની સાથે પૈસા વિશે વાત કરી તો વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે આ પૈસા તેના પતિના હતા જેને રિટાયરમેન્ટ માં મળ્યા હતા. પરંતુ તે બેંકમાં જમા થઈ શક્યા નહીં આથી પૈસા ને સોફા માં છુપાવી દીધા હતા.

અને આ મહિલા અનુસાર તેના બાળકોએ તેને જણાવ્યા વગર સોફા વેચી નાખ્યો હતો. જે સમયે સોફા વેચી નાખ્યો ત્યારે તેમાં પૈસા તો હતા પરંતુ બાળકોને આ પૈસા વિશે જાણકારી હતી. આથી મહિલાએ આખી વાત જણાવ્યા પછી વિદ્યાર્થીઓએ તેઓને પૈસા પાછા આપી દીધા, અને મહિલાએ પણ આ વિદ્યાર્થીઓને ઇનામરૂપે અંદાજે 70 હજાર રૂપિયા આપ્યા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version