રણવીર સિંહ અને દિપીકા પાદુકોણે હમણાં જ લગ્ન કર્યા હતા અને હાલ ગયા અઠવાડીયે તેમનું મુંબઈ રિસેપ્શન ચર્ચામાં રહ્યુ હતુ. જણાવી દઈએ કે રણવીર અને દિપીકા એ લગ્ન કર્યા પછી આ રણવીર ની પહેલી ફિલ્મ છે, જેનું શુટીંગ પુરુ થઈ ચુક્યુ છે.
રોહિત શેટ્ટી ની આ ફિલ્મ Simmba સાઉથ ફિલ્મ ઉપર આધારીત છે. જોકે રોહિત શેટ્ટીએ જણાવ્યું હતું કે સાઉથ ફિલ્મ ઉપર આધારિત છે પરંતુ તે સાઉથની ફિલ્મ કરતાં બિલકુલ અલગ છે.
સાઉથની ફિલ્મ ટેમ્પર માં જે રીતે દર્શાવવામાં આવ્યું છે, એ રીતે હાર ટ્રેલર જોતા એવું લાગી રહ્યું છે કે story એક જ છે પરંતુ દર્શાવવાનો દ્રષ્ટિકોણ અને બાકી ઘણી બધી વસ્તુઓનો ફેરફાર કરવામાં આવી શકે છે.
જણાવી દઇએ કે રણવીર ની સાથે તેની સાથી અભિનેત્રી તરીકે સારા અલી ખાન એટલે કે સૈફ અલી ખાન ની પુત્રી ફિલ્મમાં રોલ નિભાવી રહી છે.
જોકે સોશિયલ મીડિયા માં અમુક ફોટા અને વિડિયો સિવાય ફિલ્મ વિશે વધુ જણાવવામાં આવ્યું નથી, અને આ ફિલ્મ 28 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે. અને ટ્રેલરમાં અજય દેવગણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રણવીરે આની પહેલા ભૂતકાળમાં પણ કહ્યું હતું કે રોહિત શેટ્ટીની ફિલ્મ માં હીરો તરીકે કામ કરવાનું તેનું સપનું રહ્યું છે. હવે આ સપનુ સાકાર થઇ રહ્યું છે માટે રણવીર ઉત્સાહિત હશે તે સમજી શકાય છે.
રણવીર અને દીપિકાએ હાલમાં જ પોતાના રિસેપ્શન પછીનું સેલિબ્રેશનની પાર્ટી ગોઠવી હતી, અને ટૂંક સમયમાં જ રણવીર ગુલ્લી બોય નામની ફિલ્મમાં જોવા મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મ ઝોયા અખ્તર નિર્દેશ કરી છે.
હવે એ જોવાનું રહ્યું કે આ ફિલ્મને કેવો પ્રતિસાદ મળે છે, પરંતુ ટ્રેલર ઉપરથી લાગી રહ્યું છે કે આ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળી શકે છે. અને આ માત્ર પહેલી ફિલ્મ નથી જેને સાઉથમાંથી રીમેક કરવામાં આવી હોય, સાઉથ અને બોલિવૂડ વચ્ચે આ રીમેક નું ચક્ર ચાલી રહ્યું છે.
પરંતુ રોહિત શેટ્ટીએ જણાવ્યું હતું કે સાઉથની રિમેક હોવા છતાં બંને ફિલ્મ એકબીજાની દ્રષ્ટિએ અલગ છે. તમે આ ફિલ્મને લઇને કેટલા ઉત્સાહી છો તે કમેન્ટમાં જણાવજો.