Site icon Just Gujju Things Trending

સિમ્બા ફિલ્મ-રીવ્યુ, ફિલ્મ જોતા પહેલા વાંચી લેજો

રણવીર સિંહ, સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન અને રોહિત શેટ્ટી ની ફિલ્મ આજે રિલીઝ થઈ ચૂકી છે.તો આ ફિલ્મ આજે રિલીઝ થઈ ચૂકી છે ત્યારે આ ફિલ્મ કેવી છે અને જોવા જવું કે કેમ તેના વિશે તમે જો રીવ્યુ શોધતા હોવ તો તમે બરાબર જગ્યાએ છો, ચાલો જાણી કે કેવી છે ફિલ્મ

ફિલ્મને ક્રિટિકસ દ્વારા તો સારો અભિપ્રાય મળ્યો છે અને ફિલ્મ જોનાર લોકોએ પણ સોશિયલ મીડિયા પર પોતાના રિએક્શન શેર કર્યા છે. એટલું જ નહીં અમુક ક્રિટિકને આ ફિલ્મ એટલી હદે ગમે છે કે તેઓએ આ ફિલ્મને ખૂબ જ સારા રેટિંગ્સ આપ્યા છે.

અમુક લોકોને રણવીર ની મરાઠી એક્સેન્ટ ખુબ જ પસંદ આવી છે. જણાવી દઈએ કે સિમ્બા ફિલ્મ માં મરાઠી ડાયલોગ પણ આવે છે, જે મજેદાર અંદાજ માં રણવીર બોલે છે.

સાથે સાથે અમુક લોકો એ ફિલ્મના થોડા સ્પોઇલર પણ કહી દીધા છે, અને ખાસ કરીને આ ફિલ્મની અજય દેવગણ ની એન્ટ્રી લોકોને ખૂબ ગમી છે.

જુઓ ટ્રેલર:

સાથે રણવીર અને સારા નું કામ પણ લોકોને ગમ્યું છે. ચાહક વર્ગ એ ટ્વિટર ઉપર તો ઘણા લોકોએ તેને એક્શનપેક અને ઇમોશનલ મૂવી તરીકે જાહેર કરી દીધી છે.

જણાવી દઈએ કે સિમ્બા સાઉથની રિમેક ફિલ્મ છે, પરંતુ રોહિત શેટ્ટીએ એમ પણ જણાવ્યું હતું કે બંને ફિલ્મમાં ઘણો તફાવત દેખાશે.

તો એક ચાહકે જણાવ્યું હતું કે પોલીસ અને બદલાની આ ડ્રામા ફિલ્મોની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડી શકે છે, રોહિત શેટ્ટીએ ફરી એક વખત એવી ફિલ્મ બનાવી છે જે મનોરંજનની સાથે સાથે તમને ફિલ્મ સાથે જકડી રાખે છે.

તો એક ક્રિટીક નું એમ પણ માનવું છે કે આ ફિલ્મ બ્લોકબસ્ટર છે.

આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડવા માટે સામર્થ્ય ધરાવે છે. તેઓ બધાના રીવ્યુ જોતા લાગી રહ્યું છે. સાથે સાથે આ ફિલ્મ થોડા લોકો માટે બોરિંગ પણ બની છે, પરંતુ સોશિયલ મીડિયામાં મોટાભાગના રીવ્યુ સારા છે.

જણાવી દઈએ કે ફિલ્મની મુંબઈમાં સ્ક્રિનિંગ રાખી હતી તેમાં રણવીર ના પરિવારની સાથે દીપિકા પણ ફિલ્મ જોવા ગઈ હતી. જ્યારે હાલમાં જ તેને પૂછવામાં આવ્યું કે દીપિકાને ફિલ્મ કેવી લાગી તો તેને કહ્યું હતું કે દીપિકાને રોહિત શેટ્ટી સરની સાથે સાથે મારી ઉપર પણ ગર્વ છે. તેમજ તેને રોહિત સરની પણ પ્રસંશા કરી હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version