Site icon Just Gujju Things Trending

વિડિયો: જુઓ સલમાન ખાનનું રિએક્શન જ્યારે વિકી કૌશલે કેટરીના કેફને પ્રપોઝ કર્યું

કોઈપણ એવોર્ડ ફંક્શન ને ખાસ બનાવતી બાબત એ છે કે આ એવોર્ડ માં થતા જોક્સ અને એકબીજા વિશે ની ટીપ્પણીઓ લોકોને યાદ રહી જતી હોય છે. ઘણી વખત આવા ફંકશનમાં કલાકાર serious પણ થઇ જતા હોય છે, તો મોટાભાગે દરેક કલાકારને મજાકના મૂડમાં લે છે. તેવું જ હમણાં પણ થયું હતું. જ્યારે વિકી કૌશલ અને કેટરીના બંને સાથે સ્ટેજ પર હતા ત્યારે વિકી કૌશલ એ તેને પ્રપોઝ કર્યું હતું. ત્યારે સલમાન ખાન નું રિએક્શન શું હતું એનો વીડીયો ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે અપલોડ કર્યો હતો, જે થોડા સમયમાં ખૂબ વાયરલ થઈ ગયો હતો અને લોકોને આ જોઈને ખૂબ મજા પડી હતી.

ચાલો જાણીએ શું હતો મામલો…

વાત જાણે એમ છે કે વિકી અને કેટરિના બંને જાણીતા કલાકાર છે, ખાસ કરીને સંજુના પોતાના શ્રેષ્ઠ અભિનય થી વિકી હવે ભારતભરમાં જાણીતો થયો છે. એટલું જ નહીં તેના ચાહકો પણ ઘણાં છે. આવા વખતે બંને સ્ટેજ પર સાથે હતા ત્યારે વિકીએ કેટરિનાને પ્રપોઝ કર્યું હતું. ત્યારે સલમાન ખાન નું રિએક્શન દેખાડવામાં આવ્યું હતું. અને આનું કારણ એ પણ હતું કે જ્યારે તેને પ્રપોઝ કર્યું ત્યારે મુજસે શાદી કરોગી મ્યુઝિક વગાડવામાં આવ્યું હતું જે સલમાન દ્વારા અભિનીત હતું.

જ્યારે વિકી એ પૂછ્યું ત્યારે કેટરિનાએ કહ્યું કે શું? પછી વીકી એ પૂછ્યું કે મુજસે શાદી કરોગી? આથી કેટરિનાએ હસીને કહ્યું કે હિંમત નથી અને અચાનક સલમાન ખાનનું રીએકશન બદલાય ગયું હતું.

જ્યારે આવું થયું ત્યારે સલમાન ખાને તેની બહેન અર્પિતા ના ખભા પર માથું રાખીને સુવાની એક્ટિંગ કરી હતી જાણે તેને દેખાઈ રહ્યું નથી. પરંતુ જેવું કેટરિનાએ કહ્યું કે હિંમત નથી, એવી જ જાણે સલમાન ખાન માં હિંમત આવી ગઈ અને તેઓ સફાળા બેઠા થઈ ગયા એ પણ આશ્ચર્યજનક નજર થી.

તમે પણ જુઓ વિડિયો

જણાવી દઈએ કે સંજુ પછી વિકી કૌશલ હવે ઉરી હમલા ઉપરથી બનેલી ફિલ્મ નજરે આવશે. હવે જે ફિલ્મો આવી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે 2019 નું વર્ષ ફિલ્મ માટે મહત્વનું રહેશે.

જ્યારે સલમાન અને કેટરિના એ બંને હાલ એક ફિલ્મમાં કામ કરે છે, જેનું નામ ભારત છે. જણાવી દઈએ કે ભારતમાં પહેલા પ્રિયંકા ચોપડા હતી પરંતુ તેના લગ્ન અને હિસાબે તેને આ ફિલ્મ છોડી દીધી હતી ત્યાર પછી આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે કેટરીના કેફને લેવામાં આવી હતી.

સલમાન અને કેટરીના બંને માટે ગયું વર્ષ નિષ્ફળ રહ્યું હતું, કારણકે Race 3 કે કેટરીનાની ઝીરો તેમજ ઠગસ ઓફ હિન્દોસ્તાન બોક્સ ઓફિસ પર નિષ્ફળ નિવડી હતી.

Exit mobile version