કહેવાય છે કે વહેલા મોડી સફળતા મળે છે, અને જો તમારામાં આવડત હોય તો તમને સફળતા અચૂક મળે છે. આવી જ એક ઘટના બની છે જેમાં તમને પણ આશ્ચર્ય થશે કે આ સાચું છે. 2010 11 માં એક શો આવ્યો હતો જેનું નામ હતું સારેગામાપા લીટલ ચેમ્પ્સ એ શોમાં રનર-અપ તરીકે જેનો વિજય થયો હતો તે હરિયાણાના મેવાતનો રહેવા વાળો સલમાન આજે એનાથી પણ મોટું ખિતાબ રનર અપ તરીકે નહીં પરંતુ વિજેતા તરીકે જીત્યો છે.
સલમાન પહેલેથી જ આ રિયાલિટી શોમાં સૌનો લોકપ્રિય કન્ટેસ્ટન્ટ હતો. અને તેને પર્ફોમન્સ પણ આપ્યા હતા, ત્યાર પછી શોમાં થયેલી લાઇવ વોટીંગ અનુસાર સલમાનને વિજેતા જાહેર કર્યો હતો. એ જ જગ્યાએ બીજા નંબર ઉપર હિમાચલ પ્રદેશ નો અંકુર ભારદ્વાજ અને ત્રીજા નંબર નીલાંજના રહી. આવી ભવ્ય જીત પછી સલમાનને trophy તો મળી પણ સાથે-સાથે 25 લાખ રૂપિયા અને એક ગાડી પણ આપવામાં આવી.
જણાવી દઈએ કે આ રિયાલિટી શોના ફિનાલેમાં ફિલ્મ ઝીરો ની ટીમ પણ નજરે આવી હતી. જેમાં શાહરૂખ ખાન અનુષ્કા અને કેટરિના એ લોકોનું મનોરંજન કર્યું હતું। આ સિવાય સંગીત હસ્તીઓમાં પણ ઘણા જાણીતા ચહેરાઓ ત્યાં મોજૂદ રહ્યા હતા.
જણાવી દઈએ કે જુલાઈ થી ચાલુ થયેલા આ શોમાં ફાઇનલ રાઉન્ડમાં સલમાન, નીલાંજના, નિતીન કુમાર, વિભોર અને અંકુશ ભારદ્વાજ આવ્યા હતા.
આ શો ને નેહા કક્કડ, Anu malik, અને વિશાલ દદલાની એ જજ કર્યો હતો પરંતુ મીટુ અભિયાનને કારણે તેના પર લાગેલા આરોપને લીધે અનુ મલિકે આ શો વચમાં છોડવો પડ્યો હતો, અને તેની જગ્યા પર જાવેદ અલી રહ્યા હતા.
સલમાન એક ગરીબ પરિવારમાંથી આવે છે અને અમુક મીડિયા રિપોર્ટ અનુસાર સલમાનને જેવો વિજેતા ઘોષિત કરવામાં આવ્યો તેવા જ કાર્યક્રમ જોઈ રહેલા દરેક લોકો તેનો પરિવાર અને આજુબાજુના લોકો ખુશીથી ઉછળી પડ્યા હતા.
અને સલમાનની આ ભવ્ય જીત ને કારણે તેનો પરિવાર એટલે કે તેના માતા-પિતા ભાવુક થઈ ગયા હતા અને તેની આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા હતા. જણાવી દઈએ કે નાનકડી ઉંમરથી જ સલમાને ગાવાનું ચાલુ કરી દીધું હતું.
અને એક સમયે તે લગ્નમાં ગીતો ગાઈને પોતાની જિંદગીનો ગુજારો કરતો હતો. પરંતુ તેના પરિવારે ક્યારેય આવું વિચાર્યું ન હતું કે એક દિવસ તેનો દીકરો આ મુકામ પર આવશે.
Cover Image Source: Twitter