બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રણવીર સિંહ ની છાપ ધીમે ધીમે બાજીરાવ અભિનેતાની પડવા લાગી છે. ખાસ કરી ને પાછલા વર્ષોમાં તેણે આપેલી સફળ ફિલ્મો ને કારણે તેની કિંમત પણ બોલીવુડ ક્ષેત્રે ખૂબ વધી ચૂકી છે. અને હાલમાં જ તેની સિમ્બા પણ રિલીઝ થઈ ચાહકોને અને ક્રિટિકને ગમી રહી છે તો તેનું imdb rating એટલું બધું સારું નથી.
જણાવી દઈએ કે આ ફિલ્મનું બજેટ ૮૦ કરોડ રૂપિયાનું હતું. એવું અમુક મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું. પરંતુ આ ફિલ્મના કયા સિતારાઓને કેટલી ફી ચૂકવવામાં આવી છે તે લગભગ તમે નહીં જાણતા હો.
જણાવી દઈએ કે રણવીર સિંહને આ ફિલ્મ માટે લીડ રોલ તરીકે લેવામાં આવ્યા છે. એટલે કે એક્શનની સાથે તેને ભરપૂર કોમેડી પણ ફિલ્મમાં દેખાડી છે. અને લોકમતમાં છપાયેલી ખબર અનુસાર રણવીરને આ ફિલ્મ માટે ૧૫ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ પહેલાં જ્યારે રણવીરે પદમાવત ફિલ્મ કરી હતી ત્યારે તેને 11 કરોડ રૂપિયા મળ્યા હતા.
સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાને કેદારનાથથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે. તે નવી અભિનેત્રી હોવાથી તેની ફી ઓછી હોય તે સહજ છે. જો કે આ ફિલ્મમાં સારા ને એટલો સમય પણ આપવામાં આવ્યું નથી. સારા માટે તેની બંને ફિલ્મો સારું પ્રદર્શન કરી રહી છે, તેને આ ફિલ્મ માટે ૫૦ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
એટલું જ નહીં પરંતુ આ ફિલ્મમાં બે કેમિયો રોલમાં નજર આવ્યા હતા તે બન્ને દિગ્ગજ અભિનેતા હતા. અને આ ફિલ્મ નું આકર્ષણ પણ તેઓ રહ્યા હતા.
અમે વાત કરી રહ્યા છીએ અક્ષય કુમાર અને અજય દેવગણ વિશે, આ બંને અભિનેતાઓએ પોતાના કેમિયો રોલ માટે કોઇ ફી લીધી નથી. અને તેઓ એ મફતમાં કામ કર્યું છે.
જણાવી દઈએ કે રોહિત શેટ્ટીના નજીકના વ્યક્તિઓમાં આ બંને અભિનેતાઓને પણ ગણવામાં આવે છે, તેમજ અક્ષય કુમાર જલ્દી જ એક રોહિત શેટ્ટી સાથે ફિલ્મ બનાવી રહ્યા છે. પરંતુ આ ફિલ્મ માટે આ બંને અભિનેતાને કોઈ નાણા ચૂકવવામાં આવ્યા નથી.