Site icon Just Gujju Things Trending

હવે વોટ્સએપ ના સ્ટીકરમાં આવવાનું છે આ કમાલ નવું ફીચર, જાણો

વોટ્સએપ એ નવું અપડેટ બહાર પાડ્યું છે તે લગભગ બધાને ખબર હશે. એમાં ખાસ કરીને નવા અપડેટમાં વોટ્સએપ ના સ્ટીકર આવ્યા છે જે તમે મેસેજ તરીકે મોકલી શકો છો, આ જ વોટ્સએપ ના સ્ટીકર ના અપડેટ માં હવે બીજું એક update આવવાનું છે, એટલે કે નવો એક ફીચર શામેલ કરવાનો છે. ચાલો જાણીએ કે એ કયો ફિચર છે.

જો કે હજુ સુધી આ ફીચર દરેક લોકો માટે કામ કરી શકશે નહીં, પરંતુ આ ફીચર હાલ ટેસ્ટીંગ પુરતો જ છે. એટલે કે જે લોકો WhatsApp નું બીટા ટેસ્ટિંગ નું વર્ઝન વાપરતા હોય તેઓને આ અપડેટ જોવા મળશે. અને જે લોકો વોટ્સએપનું બીટા ટેસ્ટિંગ નું વર્ઝન ન વાપરતા હોય તેઓને આ અપડેટ તેઓના ફોનમાં પહોંચતા સમય લાગશે.

હકીકત માં આ ફીચર આવી ગયા પછી તમે કોઈપણ સ્ટીકર મોકલો ત્યારે તેને સર્ચ કરી શકશો, એટલે કે તમે હવે સ્ટીકર પણ સર્ચ કરીને મુકી શકશો. બીજી રીતે કહીએ તો ધારો કે તમારે જન્મદિવસ ના સ્ટીકર મોકલવા હોય તો, તમે બર્થ ડે સર્ચ કરીને તે સ્ટીકર મેળવી શકો છો જેથી તમારે વધુ સ્ટીકર શોધવાની જરૂર રહેતી નથી.

WhatsApp ના સ્ટીકર આવ્યા પછી તેઓએ WhatsApp માં 13 જેટલા સ્ટીકર ના સેટ આપ્યા છે, જોકે તે બધા ઇન્સ્ટોલ નથી આમાંથી અમુક આપણે ઇન્સ્ટોલ કરવા પડે છે. એટલે કે તે પ્રી ઈન્સ્ટોલ્ડ નથી. એની સાથે વપરાશકર્તા સ્ટીકર ને બીજી એટલે કે થર્ડ પાર્ટી એપ માંથી ડાઉનલોડ પણ કરી શકે છે.

જો તમારે પણ અપડેટ ન આવ્યું હોય, અથવા સમજણ ન પડતી હોય કે સ્ટીકર નું અપડેટ કઇ રીતે લેવું. તો તમે નીચે કમેન્ટ કરી શકો છો, અમે સ્ટીકર કઈ રીતે ઇન્સ્ટોલ કરવા તેના વિશે પૂરી માહિતી આપવાની કોશિશ કરીશું.

હકીકતમાં આ અપડેટની જાણકારી બીટા વર્ઝન વાપરતા હોય તેવાઓને ખબર હશે, અને વધુમાં ટ્વિટર પર આના વિશે ટ્વિટ પણ કરવામાં આવી હતી, જે ટ્વીટર યુઝર wabetainfo દ્વારા કરવામાં આવી હતી. જેમાં જાણકારી અપાઇ હતી કે આ એક ફીચર નવો આવવાનું છે જે હાલ ડેવલોપમેન્ટ માં છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version