Site icon Just Gujju Things Trending

બોલિવૂડ સેલેબ્સ પછી હવે તૈમુર ના લગ્નના આવ્યા સમાચાર, આજે નહિ 20 વર્ષ પછી…

બોલિવૂડની દુનિયામાં જેટલા સ્ટાર ફેમસ હોય છે તેવી જ રીતના સ્ટાર kids પણ ફેમસ હોય છે, પછી એ આમિર ખાન હોય કે શાહરુખ ખાન પરંતુ તેના બાળકો મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે. છેલ્લા બે વર્ષથી આ ચર્ચામાં એક નવું નામ ઉમેરાયું છે, તે છે તૈમુર. તૈમુર ના આવ્યા પછી લગભગ તેના જેટલી પોપ્યુલારિટી કોઈને મળી નહીં હોય, અમે સ્ટાર કિડની વાત કરી રહ્યા છીએ. અને તૈમુર ની આજુબાજુમાં પણ કાયમ પાપારાત્ઝો પણ જોવા મળતાં હોય છે.

હાલમાં જ તૈમુર નો બીજો જન્મદિવસ હતો જે તેને કેપટાઉનમાં પોતાના પરિવાર સાથે મનાવ્યો હતો. તેના ફોટા પણ સામે આવ્યા હતા જેમાં તૈમુર ખુબ મસ્તી કરી રહ્યો હતો. તમો જ્યાં જાય ત્યાં પાછળ પાછળ ફોટોગ્રાફરની લાઈનો લાગે છે, અને તૈમુર ના એક ફોટા પંદરસો રૂપિયા સુધીમાં વેચાય છે આવું ખુદ તેના પિતાએ કબૂલ્યું હતું.

હાલમાં તેને માંડ બે વર્ષ થયા છે પરંતુ હાલમાં જ તેના લગ્ન ના સમાચાર વાઈરલ થઇ રહ્યા છે, આ બધા બોલીવુડ સેલેબ્સ ના લગ્નના સમાચાર તમે સાંભળ્યા હશે પરંતુ માત્ર બે વર્ષની ઉંમરના તૈમુર ના લગ્નના સમાચાર હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ તમને પણ જાણવામાં ઉત્સુકતા હશે કે તેના લગ્ન આખરે કોની સાથે થવાના છે., અને તેના માતા-પિતા ખુશ છે કે કેમ, જાણી ને નવાઈ થશે પરંતુ કરિના અને સૈફ પણ આ વાતથી સહમત છે.

વાત જાણે એમ છે કે ઘણી વખત કરણ જોહરની દીકરી રુહી સાથે રમી રહ્યો હોય તેવું નજરે ચડતું હોય છે. પરંતુ આ બંને માંથી એક પણ પરિવાર એકબીજાને ભાઈ બહેન કહેવા માંગતા નથી, અને કરીના તેમજ કરણ પણ એકબીજાના સારા મિત્ર છે.

અને બંને એક બીજા ના સંતાનો ને પસંદ પણ કરે છે, હાથી તૈમુર અને રુહીને એકબીજા જોડે દીદી અને ભાઈ કહેવાનું સૂચન આપ્યું નથી, કરણ અને કરીના નુ સ્પષ્ટ પણે માનવું છે કે બાળકો ઉપર અત્યારથી સબંધોનો બોજ તેમજ સંબંધો ની દીવાલ રાખવી જોઈએ નહીં। અને કરણ નું તો એમ પણ માનવું છે કે 20 વર્ષ પછી હોઈ શકે કે તૈમુર રુહી સાથે પણ રહેવા માંગે, તો આ બંધનમાં એ તેની સાથે રહી શકે નહીં, આથી અમે અમારા બાળકોને ભાઈ તેમજ દીદી નો લગાડવાનું ઇચ્છતા નથી.

કરણ આ વાત બહુ સહજતાથી કિધી હતી, પરંતુ સોશિયલ મીડિયામાં એમ પણ ચર્ચા થઈ રહી છે કે જો કરણ ની વાત સાચી પડે તો તૈમુર અને રુહી એકબીજા સાથે રહી શકે છે, અને લગ્ન પણ થઈ શકે છે.

હાલમાં પણ આ બંનેના બાળકો અવાર-નવાર એકબીજા સાથે રમતા જોવા મળતા હોય છે, અને આના વીડિયો સોશિયલ મીડિયામાં કરણ જોહર દ્વારા પણ મૂકવામાં આવતા હોય છે. હવે તો તૈમુર લગ્ન કરશે કે કેમ તે આવનાર સમય જ જણાવી શકે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
FacebookWhatsAppTelegram
Exit mobile version