ગૂગલ દર વર્ષે સૌથી વધારે સર્ચ થયેલી વસ્તુઓનું લીસ્ટ બહાર પડતું હોય છે, જેમાં ગીત થી માંડીને સમાચાર, પર્સનાલિટી, ફિલ્મ વગેરેની ટોપ 10 લિસ્ટ બહાર પાડે છે.
એવી જ રીતે આખા વર્ષ દરમિયાન સૌથી વધારે આ ગીતોને સર્ચ કરવામાં આવ્યા હતા તેનું પણ લિસ્ટ બહાર પાડયું છે, ચાલો જાણીએ ક્યા ગીત ને સૌથી વધારે સર્ચ કરાયું હતું.
10. Prada
Jass Manak ના આ પંજાબી ગીત ખૂબ ધૂમ મચાવી હતી, છ મહિના પહેલા રિલીઝ થયેલું આ ગીત સૌથી વધુ સર્ચ થતું 10મું ગીત બન્યું હતું.
9. Despacito
આ ગીત આમ તો સ્પેનિશ છે પરંતુ એટલું બધું લોકપ્રિય છે કે youtube માં સૌથી વધારે જોવાયેલા ગીતમાં પણ આનું નામ આવે છે, આ ગીત આ વર્ષે પણ આ યાદીમાં રહ્યું તે એક નવાઈ છે.
8. Buzz Song
આસ્થા ગિલ નું આ ગીત પણ સૌથી વધારે સર્ચ કરાયેલા ગીતના લિસ્ટમાં સામેલ થયું છે, આ ગીત મા featured આર્ટિસ્ટ તરીકે બાદશાહ પણ હતા.
7. Long Lachi
પાછલા થોડા વર્ષોમાં ભારતમાં પંજાબી ગીત વધારે પોપ્યુલર થઈ રહ્યા છે, આ પણ પંજાબી ગીત જ છે જેને આ લિસ્ટમાં સામેલ કરાયું હતું, અને લગભગ આ વીડિયોને 550 million views આશરે થઈ ગયા છે.
6. Dil Diyan Gallan
આ હિન્દી ગીત ને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું હતું કારણકે આ ગીત પણ લોકો વચ્ચે ઘણું પોપ્યુલર થયું હતું. અને સાથે સાથે તેના સર્ચ પણ વધ્યા હતા.
5. Dekhte Dekhte
Batti gul meter chalu ફિલ્મ નું આ ગીત પણ એ હદે લોકપ્રિય થયું હતું કે આ વર્ષમાં તેનું સ્થાન સૌથી વધુ સર્ચ કરાયેલા ગીતમાં પાંચમા નંબરે આવ્યું હતું.
4. Kya Baat Hai
આ 10 ગીતોની યાદી મા ઘણા પંજાબી ગીતો ને શામેલ કરાયા છે, અને એવી જ રીતના હાર્ડી નું આ ગીત પણ ખૂબ લોકપ્રિય થયું હતું.
3. Tera Fitoor
Genius film નું આ ગીત પણ લોકો વચ્ચે ઘણું પોપ્યુલર થયું હતું. જોકે જણાવી દઈએ કે ફિલ્મની એટલી બધી ખાસ નોંધ લેવાઈ ન હતી.
2. Daru Badnaam
બીજા નંબરે પણ પંજાબી ગીત મેદાન મારી લીધું હતું, અને આ ગીત પણ લોકો વચ્ચે ઘણો લોકપ્રિય થયું હતું. આ ગીત હજુ પણ પાર્ટીમાં વગાડવાનો ટ્રેન્ડ છે.
1. Dilbar Dilbar
સત્યમેવ જયતે ફિલ્મ નું આ ગીત ફિલ્મ થી પણ વધારે લોકપ્રિય થયું હતું. અને દરેક લોકોના દિલને સ્પર્શી ગયું હતું, અત્યંત લોકપ્રિય બનેલા ગીત ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલું ગીત બન્યું હતું.