Site icon Just Gujju Things Trending

Google મા આ વર્ષે સૌથી વધુ સર્ચ થયેલા 10 ફિલ્મોની યાદી, નંબર 3 ઉપર તો વિશ્વાસ નહીં આવે

Google એ આ વર્ષે થયેલા સૌથી વધુ સર્ચ ની યાદી બનાવી છે જેમાં કેટેગરીવાઈઝ ડિવાઇડ કરી ને જણાવવામાં આવ્યું છે, જેમકે આ વર્ષે સૌથી વધુ સર્ચ થયેલા ગીતોની યાદી, ફિલ્મ તેમજ પર્સનાલિટી વગેરે…

આ વર્ષે ઘણાં ફિલ્મ રિલીઝ થયા, પરંતુ તેમાંથી ગૂગલ પર સૌથી વધુ કયા ફિલ્મ વિશે સર્ચ કરવામાં આવ્યું હતું તેના ઉપરથી top ten list google એ જાહેર કર્યું હતું.

10) Deadpool 2

ઇંગ્લિશ ફિલ્મ ડેડપુલ નો બીજો ભાગ આ વર્ષે રિલીઝ થયો, જેના વિશે લોકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળી હતી. અને આ ફિલ્મ સૌથી વધુ સર્ચ થયેલી દસમી ફિલ્મ તરીકે સ્થાન લીધું.

9) Dhadak

બોલીવુડના નવા સિતારાઓને રજૂ કરતી આ ફિલ્મ પણ સૌથી વધુ વખત સર્ચ થયેલી ફિલ્મોમાં નવમા સ્થાન પર છે, ખાસ કરીને શ્રીદેવીની દીકરીએ પણ આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.

8) Black Panther

ઇંગ્લિશ ફિલ્મ બ્લેક પેન્થર એ પણ આ સૂચિમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું, ખાસ કરીને જે લોકો સુપર હીરો ની ફિલ્મ ના ચાહકોએ તેઓએ આ ફિલ્મના ભરપૂર વખાણ કર્યા હતા.

7) Padmavati

સંજય લીલા ભણસાલી ની વિવાદોથી ઘેરાયેલી આ ફિલ્મ અંતે રીલિઝ થઈ હતી, આ ફિલ્મે પણ આ સૂચિમાં સાતમું સ્થાન મેળવ્યું હતું.

6) Sanju

બોલિવૂડના અભિનેતા સંજય દત્ત ના જીવન પરથી બનેલી આ ફિલ્મ પણ આ વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ફિલ્મ ગણવામાં આવી હતી, સાથે આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડ્યા હતા. અને સાથે સાથે આ સૂચીમાં પણ સ્થાન મેળવ્યું હતું.

5) Tiger Zinda Hai

એક થા ટાઇગર ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી હતી, તેનો જ બીજો ભાગ એટલે કે ટાઈગર જિંદા હૈ પણ લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ ફિલ્મને પણ આ સૂચિમાં સ્થાન પ્રાપ્ત થયું હતું.

4) Avengers Infinity War

માર્વેલ ની આ ફિલ્મને પણ આ સૂચિમાં સ્થાન પ્રાપ્ત થયું હતું, અને આ ફિલ્મ એ એવેન્જર્સ ના ચાહકોમાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો, સાથે સાથે આ ફિલ્મે પણ ભારતમાં ઘણો નફો કર્યો છે.

3) Race 3

સલમાન ખાન અભિનીત આ ફિલ્મ આવે તે પહેલા ખૂબ ચર્ચામાં હતી, અને ફિલ્મ રિલીઝ થયા પછી પણ તે ચર્ચામાં તો હતી પરંતુ લોકોએ આ ફિલ્મને પસંદ કરી ન હતી. છતાં આ ફિલ્મની ચર્ચાઓને કારણે આ ફિલ્મ અને આ સૂચિમાં સ્થાન મળ્યું હતું.

2) Baaghi 2

બાગી પિચર નો બીજો ભાગ પણ આ વર્ષે રિલીઝ થયો હતો, ટાઇગર શ્રોફ અને દિશા પટણી અભિનીત આ ફિલ્મ પણ લોકોને ખૂબ પસંદ આવી હતી. અને આ ભારતમાં આખા વર્ષ દરમિયાન સૌથી સર્ચ કરાયેલી બીજી ફિલ્મ બની હતી.

1) Robot 2.0

સુપરસ્ટાર રજનીકાંત જે ફિલ્મમાં હોય, તે ફિલ્મ ઉપર રહેવાની તે સ્વાભાવિક વાત છે. પરંતુ ખાસ કરીને આ ફિલ્મના VFX તેમજ અક્ષય કુમાર અને રજનીકાંત ના હિસાબે આ વર્ષની સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મ બની હતી, જણાવી દઈએ કે હજુ આ ફિલ્મ થોડા સમય પહેલા જ રિલીઝ થઈ હતી. અને આ ફિલ્મ પાછળ કરોડો રૂપિયા ખર્ચીને બનાવાઈ હતી, આ ફિલ્મની દરેક લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી ખાસ કરીને તેના VFX ના કારણે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version