ભારત માં ફરવા માટે તમને ઘણી જગ્યાઓ મળી રહે છે, અરે ભારતની જ નહીં ખાલી ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં પણ ઘણી જગ્યાઓએ ફરવાની ખૂબ જ મજા આવે છે. આજે આપણે એવા જ ભારતના એક પ્રદેશ વિશે વાત કરવાના છીએ જેને સ્વર્ગ સાથે પણ સરખામણી કરી શકાય છે. કારણ કે ગરમીઓમાં ત્યાં હરવા ફરવાની ખૂબ મજા પડે છે. આપણે વાત કરી રહ્યા છીએ સિક્કિમની. ભારતના ઉત્તર પૂર્વમાં સ્થિત સિક્કિમ મા ખૂબસૂરત જગ્યાઓની સાથે-સાથે, બાગ-બગીચાઓ, મંદિરો વગેરે પણ જોવા જેવું છે. આ સિવાય અહીં ફરવા માટે આજુબાજુમાં ગામડા, નદી તેમ જ પહાડી વિસ્તાર છે જેમાં ફરવાનો ખૂબ આનંદ મળે છે.
સમિતિ તળાવ
ચારે બાજુ પહાડોથી ઘેરાયેલા આ તળાવમાં બોટીંગ કરવાની ખૂબ જ મજા આવે છે. સિક્કિમ જતી વખતે આ તળાવની અચૂક મુલાકાત લેવી જોઈએ.
જીરો પોઈંટ
તમને નામ જાણીને આશ્ચર્ય થશે પરંતુ આનું સૌંદર્ય પણ એવું જ છે. આ જગ્યા પર ઊભા રહીને આખા શહેરનો ખૂબસૂરત નજારો જોઇ શકાય છે, તેમજ સાંજ પડે અહીં સનસેટ જોવાની પણ અલગ જ રોમાંચ છે.
કુપુક તળાવ
સિક્કિમનું આ એકમાત્ર તળાવ છે જે કાયમ બરફથી ઢંકાયેલો રહે છે. આથી આને ફ્રોઝન તળાવ પણ કહે છે. ગરમી ના મૌસમ માં પણ આ જગ્યા તમને ફ્રેશ કરી નાખશે એવી તાજગી ભરેલી જગ્યા છે.
કાંચનજંગા પહાડી વિસ્તાર
તમે કદાચ આ જગ્યાનું નામ સાંભળેલું પણ હશે કારણકે આ જગ્યા દુનિયાની ત્રીજી સૌથી ઉંચી ચોટી છે. સૂરજની પહેલી કિરણ આ પહાડ પર પડે છે. આ પહાડ પર ટ્રેકિંગ પણ કરી શકાય છે. આ પહાડની ટોચ ને ગામડામાંથી પણ જોઈ શકાય છે.
જોરેથાંગ
આ સિક્કિમમાં આવેલું ગામડું નદી કિનારે વસેલું છે. જેનું સૌન્દર્ય જોઈ ને તમે અવાક રહી જશો. આ ગામડા ની ખુબસુરતી અને આજુબાજુ રહેલા લીલાછમ ખેતર તમારું મન મોહી લેશે.
યુમથાન્ગ વેલી
વેલી ઓફ ફ્લાવર્સ ના નામથી પણ ઓળખાતી આ જગ્યા પર તમને જાતજાતના અને અલગ-અલગ રંગોના ફૂલ જોવા મળે છે. શિયાળામાં હિમવર્ષાને કારણે આ જગ્યા બંધ કરવામાં આવે છે આથી જો આ ની મુલાકાત લેવી હોય તો ઉનાળામાં જવું હિતાવહ છે.
જો તમને ટ્રાવેલિંગ ને લગતા લેખ ગમતા હોય તો આપણા પેજ ને લાઈક કરી નાખજો, આપણે દરરોજ ટ્રાવેલિંગ ને લગતા લેખ શેર કરીશું.