Site icon Just Gujju Things Trending

ટીવી જગતની ત્રણ અભિનેત્રીઓ જેને પહેલી જ સિરિયલથી રાતોરાત મળી હતી નામના

બોલીવુડ અને ટેલિવૂડ આ બંને એકબીજા સાથે ક્યાંયને ક્યાંય કનેક્ટ થતું રહે છે. ક્યારેક બોલિવૂડના લોકો પોતાની ફિલ્મ પ્રમોટ કરવા ટેલિવૂડમાં નજર આવે છે તો ટેલિવૂડમાં સફળ કલાકારો થોડા સમય પછી બોલિવૂડમાં પણ જોવા મળતા હોય છે. એટલું જ નહીં ઘણા કલાકારોને ટેલિવૂડ થી એટલી બધી પ્રસિદ્ધિ મળે છે કે તેઓ બોલિવૂડમાં તો દેખાય છે પરંતુ રાતોરાત લોકપ્રિય પણ બની જાય છે, અને તેના ઘણા ચાહકો બની થઈ જાય છે.

કહેવાય છે કે જો તમારામાં અભિનયકળા સારી હોય તો તમે ગમે તેમાં કામ કરતા હોવ પરંતુ તમારી કદર થાય છે, એવું જ કદાચ ટીવીમાં પણ છે. ટેલિવિઝન ના અમુક ચહેરાઓ આપણને યાદ રહી જાય છે. જેમ કે બાલિકા વધુ ની નાની આનંદી ને દરેક લોકોના દિલ જીત્યા હતા. આજે આપણે એવી જ અભિનેત્રીઓ વિશે જણાવવાના છીએ જે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી.

કવિતા કૌશિક

ચંદ્રમુખી ચૌટાલા ના નામથી ફેમસ થઈ ચુકેલી આ અભિનેત્રી ને આ રોલે ખુબ ફેમસ બનાવી હતી, અને તેને ઘણા શો તેમજ એવોર્ડ ફંક્સન માં પણ આ જ રોલ થી લોકોને હસાવ્યા હતા. આ રોલે તેની જિંદગી બદલી નાખી હતી. આજે તેને ટીવી જગતની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. આ સિરિયલ પછી તેના બીજા પણ ઘણા કામ કર્યા છે, પરંતુ આ સિરીયલ એ દરેક લોકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યું હતું. કારણકે તેને અભિનય જ એવો શ્રેષ્ઠ કર્યો હતો.

રાજશ્રી ઠાકુર

ઝી ટીવી માં 2005 માં આવેલા એક શો માં સલોની નું પાત્ર રાજશ્રી એ નિભાવ્યું હતું. આ સિરીયલનું નામ હતો સાત ફેરે: સલોની કા સફર. આ સિરિયલ થી આ અભિનેત્રી ઘણી ફેમસ થઈ હતી, જણાવી દઈએ કે આ સીરીયલ પછી તે મહારાણા પ્રતાપ પરથી બનેલી સિરિયલમાં પણ જોવા મળી હતી. જો કે પાછલા કેટલા વર્ષોમા તે જોવા મળી નથી.

પરિધિ શર્મા

જોધા અકબર નામની સિરિયલમાં થી પોતાનો ટેલિવિઝન ડેબ્યુ કરવા વાળી પરિધિ શર્માએ ટીવીમાં પોતાની ઓળખાણ થોડા સમયમાં બનાવી લીધી હતી અને તેના અભિનયની લોકોએ ઘણાં વખાણ કર્યા હતા.તેના અભિનયથી તેને પોતાના ચાહક વર્ગ માં ઘણો ઉમેરો કર્યો હતો. પરંતુ આ સિરિયલ પછી તે અચાનક ટેલિવિઝન ક્ષેત્રે થી જાણે ગાયબ થઇ ગઇ હતી પરંતુ હમણાં પછી તે નવો શો આવે છે તેમાં જોવા મળે છે.

હાલમાં આવી રહેલા ટીવી શો માં તમારો ફેવરીટ પાત્ર કયુ છે, તે કમેન્ટ કરજો. આવા લેખો દરરોજ મેળવવા માટે આપણું પેજ લાઈક કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version