રવિવારે કરો રોટલી-ગોળનો આ એક નાનો ઉપાય, ઘરમાં સમૃદ્ધિ આવશે

આ ધરતી ઉપર કોઈ પણ એવો માણસ નહીં હોય જેને કંઈ ઈચ્છા ન હોય. દરેક માણસની વાત કરીએ તો આપણે માત્ર સંપત્તિની જ વાત નથી કરતા કે વસ્તુ ની વાત નથી કરતા પણ દરેક દ્રષ્ટિએ કોઈને કોઈ ઈચ્છા દરેક માણસને થતી હોય છે. અને અમુક ઇચ્છાઓ સામાન્ય માણસને સામાન્યપણે જોવા મળે છે જેમ કે પોતાનું ઘર હોય, એક ગાડી હોય વગેરે. ઘણી વખત લોકો ને પોતાનું ઘર ન મળવાથી તેઓ નિરાશ થઇ જાય છે.

હકીકતમાં જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, ભૂમિ લાભ ગ્રહો ના શુભ ફળ પર નિર્ભર છે. જો કુંડળીમાં મંગળ, સૂર્ય નબળા હોય અથવા એની પર કોઈ ગ્રહ ની નજર હોય, તો ઘર બનવા દેતા નથી. ઘણી વખત આપણે વિચારતા હોઈએ છીએ કે ઘણા લોકો ને કેટલા ઘર છે અને આપણે એક પણ કેમ નથી. જણાવી દઈએ કે એવા લોકો ગ્રહબલી હોય છે. અને આમ પણ અત્યારના સમયમાં મકાનનું નિર્માણ કરવું તે ખરેખર કઠીન કામ છે. અને ખાસ કરીને જ્યારે આપણે ભાડે રહેતા હોય ત્યારે મકાન બનાવવું ખૂબ અઘરું પડી જાય છે.

અથવા ઘણી વખત આપણે નવું ઘર લેવાની પ્લાનિંગ કર્યા પરંતુ કંઈક ને કંઈક અડચણ આવી જતી હોય તો એનો મતલબ એવો પણ હોઈ શકે છે કે કોઈ ગ્રહ ના લીધે આવી દશા હોઈ શકે. આવામાં એક ઉપાય છે જેને કરવાથી મંગળ અને સૂર્ય મજબૂત બને છે જે બધી અડચણોને દૂર કરી શકે છે.

જો કુંડળીમાં ગુરુ નીચેનો હોય, મંગલ દુશ્મન ઘરમાં બેઠા હોય અને સૂર્ય પર રાહુ-કેતુની નજર હોય તો આવા સમયે કરવામાં આવે છે. આવામાં ગ્રહને શુભ કરવા માટે ઓછામાં ઓછા 21 રવિવાર સુધી આ ઉપાય કરવો જોઈએ. રવિવારે સવારે જાગીને સ્નાનાદિકાર્યથી પરવારીને સૌથી પહેલા ભગવાન સૂર્યને તાંબાના લોટામાં રાખેલું શુદ્ધ પાણી, સાથે થોડું ગંગાજળ, અક્ષત એટલે કે ચોખા, ગુલાબની પાંદડીઓ (લાલ), થોડું સિંદૂર, અને ખાંડ ભેળવીને અર્પણ કરી દો. ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે જળ અર્પણ કરી રહ્યા હોય ત્યારે તમારી નજર લોટામાંથી નીચે પડતી ધાર ઉપર હોવી જોઈએ, સૂર્ય ભગવાન સામે નહીં. અને એ પણ ખાસ ધ્યાન રાખવું કે આ પાણીના છાંટા પગમાં ઉડે નહી. જ્યારે જળ અર્પણ કરો ત્યારે ઓમ ઘૃણિ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરતા રહો.

આટલું કર્યા પછી ઘરમાં તાજા લોટ માંથી રોટલી બનાવો. રોટલી ઠંડી પડી જાય ત્યારે તેમાં જુના ગોળનુ ભીલુ રાખી દો અને કોઈપણ ગૌશાળામાં ચાઇના લાલ ગાયને ખવડાવી દો.

ધ્યાન રાખવું કે રોટલી અને ગોળ ગાય સામે ફેકવા નહીં પરંતુ હાથેથી જ ખવડાવવા. ખવડાવ્યા પછી ગાયને પ્રણામ કરીને તેના ચરણ સ્પર્શ કરવાં. આવો ઉપાય કાયમ ચાલુ રાખો.

અને પછી તમે જોશો કે અચાનક જ તમારા ઘર માટેની તમામ અડચણો દૂર થવા લાગશે. અને આ ઉપાયનો એક બીજો ફાયદો એ પણ છે કે જો આ ઉપાય કરવાથી તમારું ઘર બને છે તો તમારે ઘર માટે આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં. અને લોન લઈને પણ બનાવતા હોવ તો અથવા ખરીદતા હોવ તો લોન ચૂકવવામાં પણ સમસ્યા થશે નહીં.

તમારા અંગત મિત્રો અને સગા-સંબંધીઓ જોડે આ ઉપાયને શેર કરજો.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team