એક અત્યંત રમૂજભર્યો મેસેજ વાંચ્યો અને તમારા લોકો સાથે શેર કરવાનું મન થયું એટલે અહીં લખ્યો છે… છેલ્લે સુધી વાંચજો…
મગન ના પિતા અને માતા વચ્ચે ઝઘડો થઈ ગયો કે તેઓનું એકમાત્ર સંતાન મગન ના લગ્ન કરાવવા છે તો ગામડા ની વહુ સારી કે પછી શહેરની વહુ.
તેની માતા તો કાયમ કહેતી કે વહુ તો ગામડાની જ પસંદ કરવી જોઈએ કારણ કે ગામડાની વહુ જ સારી રીતે ઘરકામ સંભાળી શકે છે.
તો તેના પિતા આ વાતને કાપતા કહેતા કે ગામડા ની વહુ ના ચાલે તેઓને કંઈ ગતાગમ નથી પડતી અને શહેર માં કેમ રહેવું જોઈએ કે તેઓને આવડતું હોતું નથી.
અંતે મગન ના માતાની જીદને લીધે એક ગામડે છોકરી જોવા માટે ગયા.
ત્યાં જઈને હજુ મગન કંઈ પણ પૂછે તે પહેલા જ મગન ના પિતા એ તે છોકરીને કહ્યું બેટા જરા મેંગો શેક લઇ આવો.
છોકરી એ તરત જ હા કહીને માથુ હલાવીને રસોડામાં ચાલી ગઈ.
થોડા સમય પછી બહાર આવી પરંતુ મગન ના પિતાજીનો આશ્ચર્યનો પાર ન રહ્યો કારણ કે છોકરીએ ચાર કેરી લીધી પછી તેને તવા ઉપર શેકવી નાખી અને મસાલો નાખીને ફ્લેટમાં મેંગો એટલે કે કેરી શેકીને લઈ આવી.
મગન ની માતા અને પિતા બંને જોતા જ રહી ગયા. પછી થોડા દિવસો પછી મગન ના પિતાએ કહ્યું એટલે શહેરમાં એક છોકરી જોવા માટે ગયા.
એટલે મગજ ની માતા એ છોકરીને પરીક્ષા કરવા માટે પૂછ્યું બેટા જરા પાપડ શેકી લાવો.
છોકરી તરત જ હા પાડી ને રસોડામાં ગઈ અને થોડા સમય પછી પાછી આવી પાસે આવ્યા પછી મગજના માતા-પિતા બંને ફરી પાછા આશ્ચર્યચકિત થઈ ગયા કારણકે છોકરી રસોડામાં ગયા પછી થોડા પાપડ લીધા એને મીક્સરમાં નાખીને થોડું પાણી મિક્સ કરીને ગ્લાસ ભરીને લઇ આવી અને કહ્યું આ લ્યો આ પાપડ શેક.
મગન હજુ પણ કુંવારો જ છે કોઈ નજરમાં હોય તો જણાવજો…