Site icon Just Gujju Things Trending

વાસ્તુ: આ છે એ 5 વાતો જેના કારણે થઈ શકે છે પૈસાનું નુકશાન

લગભગ આપણા દરેકના વડીલો વાસ્તુમાં માનતા હશે.જ્યારે પણ આપણે નવું ઘર લેવું હોય ત્યારે પહેલા તેનું વાસ્તુ તપાસીએ છીએ, તો ઘરમાં વાસ્તુદોષ જાણવા મળે તો આપણે ઘર લેતા પહેલા વિચાર કરીએ છીએ. કારણકે ઘરના વાસ્તુને માનવ ના શરીર સંપત્તિ અને તબિયત ગમે તેના પર પડી શકે છે. ઘણી વખત વાસ્તુદોષ હોય ત્યારે આપણે મકાન લેતા પહેલા તે દોષ ને ઠીક કરાવીને પછી જ મકાન લઈએ છીએ. પરંતુ ઘણી વખત નાનકડી ભૂલને કારણે પણ આપણા ઘરમાં વાસ્તુ દોષ થઈ જતા નકારાત્મક ઊર્જા આવવા લાગે છે.

આજે અમે થોડી વાસ્તુ ની tips જણાવવાના છીએ જેની મદદથી આપણા ઘરમાં લાવી શકાય છે.

ધ્યાન રાખો કે ઘરમાં ઓમકાર અને સ્વસ્તિક અવશ્ય રાખવું. આવું કરવાથી ઘરમાં ઘણો ફેર પડે છે, તમારો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે અને માણસ ઘણી માનસિક શાંતિ અનુભવે છે. આવી રીતે ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી અને માણસ પ્રગતિ કરી શકે છે.

વાસ્તુ પ્રમાણે રસોડામાં ક્યારેય દવા ન રાખવી જોઈએ, રસોડામાં હંમેશા ફ્રેશ અને હેલ્થી ખોરાક રાખવો. આટલું આપણે પણ સમજી શકીએ કે દવાઓ એ બીમારી નું પ્રતિક છે અને તાજા ફળ એ ખુશીઓ અને સારી તબિયત નું પ્રતિક છે. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. અને તમે તમારા વ્યવસાયિક જીવનમાં આગળ વધી શકો છો.

એવું કહેવાય છે કે ઘરમાં જો મીઠું રાખવામાં આવે તો તે નકારાત્મક ઊર્જાને શોષી લે છે. આથી માનવામાં આવે છે કે ઘરના ખૂણાઓમાં મીઠું રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે તેમજ પરિવારમાં સંપત્તિ અને ખુશીઓનું વધારો થાય છે.

ઘરમાં ડસ્ટ બીન રાખો છો? તો રાખો તેમાં કોઈ વાંધો નથી પરંતુ લાલ અથવા ગુલાબી રંગ ની ડસ્ટ બીન ન રાખવી જોઈએ. કારણકે વાસ્તુમાં એવું માનવામાં આવે છે કે આનાથી પરિવારના સદસ્યો ના મગજ પર નકારાત્મક અસર પડે છે, અને તેઓને નકારાત્મક વિચાર આવે રાખે છે.

ઘરમા ટોઇલેટ સ્ટોરરૂમ અને ડસ્ટબિન બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વાસ્તુ અનુસાર કહેવાય છે કે ડસ્ટબીન, ટોયલેટ અને સ્ટોરરૂમ ને પૂર્વ ઉત્તર પૂર્વ માં રાખવું જોઈએ.આનાથી પરિવારના સદસ્ય તાજા વિચાર આવે છે.

વાસ્તુ નો વિષય એટલો બહોળો છે કે લગભગ જ કોઇ તેને સિદ્ધ કરી શકે, પરંતુ ઘણી ખરી એવી ટિપ્સ છે જેનાથી આપણે આપણું નુકશાન થતા બચાવી શકીએ છીએ. આ સિવાય ઘણા લોકો વાસ્તુ માનતા હોતા નથી, પરંતુ કહેવાય છે કે વિષય જ્યારે શ્રદ્ધા ન હોય ત્યારે પુરાવાની જરૂર રહેતી નથી. આપણી સામે જ ઘણી એવી ઘટનાઓ બનતી હશે, જે સામાન્ય ની જગ્યાએ અલૌકિક હોય. ઘણી વખત આવી ઘટના બને પછી જ માણસને વિશ્વાસ થતો હોય છે કે દુનિયામાં ઘણી અલોકિક વસ્તુ રહેલી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version