બોલિવૂડમાં આ વર્ષે ઘણા બધા લગ્ન થયા છે, તેમાં જ એક લગ્ન પ્રિયંકા અને નિક ના પણ થયા. બીજા બધા લગ્નની જેમ ચાહકોને આ બંનેના લગ્ન નો પણ એટલો જ ઉત્સાહ હતો. પ્રિયંકા ઉમરથી મોટી હોય પરંતુ તેના પરફેક્ટ ફિગર ની વાત કરીએ તો એનું ફિટ બોડી જોઈ ને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ બની શકે છે, અને ખાસ કરીને દરેક છોકરીઓ તેના જેવું ફિગર બનાવવા પણ માંગતી હોય છે. પ્રિયંકા જેવું fit body બનાવવાની સાથે સાથે તેનું જતન પણ રાખવું પડે છે. જણાવી દઈએ કે પ્રિયંકા પોતાની ફિટ બોડી નો રાઝ તેના હેલ્ધી ડાયટ ને બતાવે છે.
પ્રિયંકા નું કહેવું છે કે તે પોતાની ડાયટમાં તેલવાળી કોઈપણ વસ્તુને શામેલ કરતી નથી જેના કારણે અયોગ્ય કારણોસર તેનું વજન વધી જાય. આ સિવાય પ્રિયંકા રોટી, શાક, સુપ, સલાડ અને થોડી માત્રામાં ભાત તેમજ ખૂબ બધા ફળોનું સેવન કરે છે. આનાથી પ્રિયંકાનું જણાવવું છે કે એક તો શરીરમાં બધા પોષક તત્વો મળી રહે છે અને સાથે સાથે વજન પણ તમારું કંટ્રોલમાં રહે છે.
જણાવી દઇએ કે પ્રિયંકા પોતાની ડાયેટને લઈને બિલકુલ પણ લાપરવાહ નથી, તે દરેક બે કલાકના અંતરે કંઈને કંઈ ખાતી રહે છે.
પ્રિયંકા પોતાના નાસ્તાની શરૂઆતમાં ચરબી વગરનું દૂધ પીને કરે છે.
પ્રિયંકા નારીને પોતાની ડાયટમાં સામેલ કરે છે કારણ કે આ વસ્તુ શરીરને હાઈડ્રેટ કરે છે અને ઘણી હેલ્થ પ્રોબ્લેમ થી બચાવવામાં મદદ કરે છે.
સાથે સાથે નારિયેળ પાણીથી ચહેરા પર ગ્લો પણ વધે છે.
બપોરે જમતી વખતે લંચમાં પ્રિયંકા દાળની સાથે સબ્જી, બે રોટલી અને શાક ખાવાનું પસંદ કરે છે. એનાથી તેનું પેટ પણ ભર્યું રહે છે અને શરીરમાં ઉર્જા બની રહે છે.
સાંજે નાસ્તામાં પ્રિયંકા અંકુરિત ચણા અવશ્ય ખાય છે કારણ કે આને ખાવાથી ઘણી હેલ્થ પ્રોબ્લેમ થી દૂર રહી શકાય છે.
અને સાંજ ભોજન પછી ડિનર ની વાત કરે તો મોટાભાગે સુપ લેવાનું પસંદ કરે છે.
આટલું ફિટ ડાયટની સાથે પ્રિયંકા ફિટ રહેવા માટે અઠવાડિયામાં ચાર વખત એક કલાક જીમમાં વર્કઆઉટ કરીને પોતાનો પરસેવો પાણીની જેમ વહાવે છે. પહેલા પ્રિયંકા જીમમાં 15 મિનિટ ટ્રેડમીલ પર દોડીને વોર્મ અપ કરે છે ત્યારબાદ શરીરના માફ કરવા માટે પુશઅપ્સ પણ કરે છે.
આ સાથે પ્રિયંકા કસરતમાં પણ ૨૦ થી ૨૫ બેંચ જંપ લગાવે છે અને બીજી પણ ઘણી કસરત કરે છે તેમજ પોતાની માનસિક શાંતિ માટે પ્રિયંકા યોગા પણ કરે છે. સાથે સાથે તેનું શરીર પણ યોગાથી ફીટ રહે છે.