Site icon Just Gujju Things Trending

વિરાટ કોહલી રોહિત શર્મા વિશે કહી દીધું એવું, કે ચારેબાજુ તેના થઇ રહ્યાં છે વખાણ

ભારતની ટીમ વર્લ્ડ કપમાં પહેલેથી જ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે, અને સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે. સેમિફાઇનલ મેચ આજે રમાવાનો હોવાથી, આજે બધાની નજર તેમાં રહેશે.

અને ભારત ની ટીમે શરૂઆતથી જ આખા વર્લ્ડ કપ દરમિયાન ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન દેખાડ્યું છે, અને આખી ભારતની ટીમ એ બતાવ્યું છે.

પરંતુ જો કોઈ અંગત ની વાત કરીએ તો, રોહિત શર્મા ના વખાણ કરવા જ પડે. કારણ કે હજી સુધી માં વર્લ્ડકપ દરમિયાન ચારથી વધારે સેન્ચ્યુરી કોઈ ખેલાડી મારી શક્યો ન હતો, અને રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં 5 સેન્ચ્યુરી બનાવી છે.

રોહિત શર્મા ના રણ નો ટોટલ જોઈએ તો તેને આ વર્લ્ડકપમાં પાંચ સેન્ચ્યુરી સાથે 647 રન બનાવ્યા છે.

હવે આ વખતે રોહિત શર્મા જ્યારે તેના ટોચના ફોર્મ ઉપર છે, ત્યારે વિરાટ કોહલી એને લઈને એવી વાત કહી દીધી હતી જેના કારણે રોહિત શર્માના ચારેબાજુ વખાણ થઈ રહ્યાં છે.

કહેવાય છે કે ટીમ વર્ક ખૂબ જ અગત્યનું છે, પરંતુ આ વખતે ભારતના ટીમ વર્ક માં રોહિત શર્માનો ખૂબ જ હાથ છે એમ કહીએ તો એમાં કંઈ ખોટું નથી.

કારણ કે રોહિત શર્મા એ પહેલેથી જ આખા વર્લ્ડકપ દરમિયાન તેનું ટોચનું ફોર્મ જાળવી રાખ્યું છે અને વિરાટ કોહલીએ તો રોહિત શર્મા વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિરાટે કહ્યું હતું કે કોઈના અંગત રેકોર્ડ એવા હોય છે કે જેમાં કોઈ ખેલાડી ધ્યાન નથી આપતા, રોહિતે પાછલા મેચમાં પણ આ વાત કહી હતી. એ માત્ર પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાની કોશિશ કરે છે અને આ પ્રક્રિયામાં ખૂબ જ સારી વસ્તુઓ થઈ રહી છે.

કપ્તાને આગળ જણાવ્યું હતું કે તેઓ રોહિત ના ફોર્મ થી ખૂબ જ ખુશ છે અને તેઓને આશા છે કે તે હજુ બીજા બે સેન્ચ્યુરી કરી નાખે જેના હિસાબે આપણે બીજા બંને મેચ જીતી શકીએ. અને આપણા માટે ખૂબ જ સારી ઉપલબ્ધિ રહેશે. કપ્તાને આગળ કહ્યું હતું કે તેને ક્યારેય જોયું નથી કે એક ટુર્નામેન્ટમાં કોઈ ખેલાડી a5 સેન્ચ્યુરી મારી હોય, એમાં પણ વિશ્વકપમાં ખેલાડીઓ ઉપર વધારે દબાવ હોય છે અને એવા સમયે પણ રોહિત ખૂબ જ સારું રમી રહ્યા છે. સાથે કપડાં ના હિસાબે અત્યારે વિશ્વના સૌથી ટોચના ખેલાડી રોહિત શર્મા કહી શકાય.

અને રોહિત શર્મા નો ફોર્મ ને જોતા પણ આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે રોહિત શર્મા અત્યારે દુનિયાના નંબર વન ખેલાડી કહી શકાય.

હવે આજે જ્યારે મેચ છે ત્યારે દરેક લોકોની નજર આમ એક પર રહેશે, અને દરેક ભારતીય એવું ઈચ્છે છે કે ભારત ફાઈનલમાં આવે અને તે વિશ્વ કપ ફરી એકવાર જીતે.

આ વર્લ્ડ કપમાં પહેલેથી જ ભારતનું પરફોર્મન્સ ઉત્કૃષ્ટ રહ્યું છે. આથી દરેક ભારતીય ભારતની ટીમ ને લઈને ગર્વ અનુભવી રહ્યા છે. ત્યારે આપણે પણ આશા રાખીએ કે આજનો મેચ અને ત્યાર પછી ફાઈનલ બંને માં રોહિત શર્મા ખૂબ જ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ જાળવી રાખે અને આપણે બંને મેચ જીતી જઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version