વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર વગેરે અમુક એવા શાસ્ત્રો છે જેમાં અમુક નો વિશ્વાસ હોય છે તો અમુકને વિશ્વાસ હોતો નથી. ઘણી વખત એવું પણ બને છે કે ઘણા લોકોને ભૂત પ્રેત માં વિશ્વાસ નથી હોતો, પરંતુ તેઓની સાથે એવી ઘટના બની જાય છે કે તે ઘટના પછી તેનો વિશ્વાસ મજબૂત થઈ જાય છે.
ઘણી વખત આપણી જિંદગીમાં એવું થતું હોય છે કે આપણે જેટલી મહેનત કરીએ તેટલું ફળ ન મળતું હોય તેવું આપણને લાગે છે. અથવા તો સામાન્ય રીતે કહીએ તો આપણી પાસે કમાણી થાય છે પરંતુ પૈસા ટકી ન શકતા હોય એવું પણ ઘણીવાર બનતું હોય છે. પરંતુ વાસ્તુ પ્રમાણે અમુક વસ્તુઓ એવી છે કે જે વોલેટમાં રાખવાથી તે હમેશા ખાલી થઈ જાય છે.
આપણે ઘણી વખત એવું કરતા હોઈએ છીએ કે કોઈ પણ ખાવાની વસ્તુઓ જેવી કે પાન મસાલા, ચીગમ વગેરે અને સ્ત્રીઓની વાત કરીએ તો તેના વોલેટમાં ચોકલેટ, ટોફી અથવા અન્ય ખાદ્યવસ્તુ હોય છે પરંતુ જણાવી દઈએ કે ખાદ્યવસ્તુ રાખવાથી પૈસાની કમી નો સામનો કરવો પડે છે.
ઘણી સ્ત્રીઓ પોતાના પર્સમાં દવાઓ રાખતી હોય છે. ઘણીવખત પુરુષો પણ આવું કરતા હોય છે પરંતુ વાસ્તુ અનુસાર વર્ષમાં આવી વસ્તુઓ રાખવાથી નેગેટિવ એનર્જી વધે છે. આથી આવી વસ્તુઓને કદાપિ પર્સમાં ન રાખવી જોઈએ.
વાસ્તુ પ્રમાણે કોઈ દિવસ ફાટેલુ વોલેટ ન રાખવું જોઈએ. આથી જો તમારી પાસે ફાટેલું વોલેટ હોય તો હમણાં જ બદલીને તેને નવો લઈ લો.
વોલેટ નો ઉપયોગ માત્ર પૈસા રાખવા માટે જ કરવો જોઈએ, ઘણી વખત આપણે તેમાં જરૂરી કાગળો વગેરે રાખતા હોઈએ છીએ, અથવા તો કોઈ બેંકની રસીદ કે બીજા ડોક્યુમેન્ટ હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર કાગળ રાખવાથી ધનહાનિ ભોગવવાનો વારો આવે છે.
આથી પર્સમાં કામ સિવાયનું કંઈ રાખવું જોઈએ નહીં.