આજકાલ જેને જુઓ તે ને મોબાઈલમાં જ પડ્યા હોય છે, અને ખાસ કરીને ફેસબુક વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશનો નો વપરાશ એટલી હદે વધી ચૂક્યો છે કે ઘણા લોકો ને આ એપ્લિકેશન નું વ્યસન થઈ ગયું છે. હમણાં જ આવેલા વોટ્સએપના update માં તે લોકોએ ફોરવર્ડેડ ટેગનો અપડેટ આપ્યો હતો. જેનાથી આપણને ખબર પડે કે કોઈપણ મેસેજ ફોરવર્ડ કરેલો છે કે ઓરીજીનલ. આ સિવાય તાજેતરના અપડેટ પછી તમે એક સાથે પાંચથી વધુ લોકોને મેસેજ મોકલી શકો નહીં.
ભારત સરકાર દ્વારા ફેક ન્યૂઝ ને રોકવા માટે લેવાયેલાં પગલાં પછી વોટ્સએપ એ આ અપડેટ આપ્યું હતું. જણાવી દઈએ કે ટૂંક સમયમાં વોટ્સએપ નવું અપડેટ આપવાનું છે. અને અત્યારે આનો બીતા ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. એન્ડ્રોઇડ માટે આ ફીચર હવે આવશે. પરંતુ હાલ પૂરતું આ iOS માટે આવી ગયું છે.
આમાં ટોટલ બે નવા ફીચર આવવાના છે, જેમાંથી એક છે સ્વાઈપ ટુ રીપ્લાય. એટલે કે તમે રાઈટ સ્વાઈપ કરીને જેસ્ચર ની મદદથી વધુ ઝડપથી રીપ્લાય કરી શકશો. આનાથી ચેટિંગ કરવાની વધુ આસાની રહેશે.
અને બીજું ફીચર છે જેનું નામ છે ડાર્ક મોડ. કંપની આ ફીચર પણ જલ્દીથી રિલીઝ કરવા જઈ રહી છે. પરંતુ આના માટે આ ફીચર ક્યારે ઉપલબ્ધ થશે તેની કોઈ ઓફિસિયલ જાણકારી મળી નથી. આ ફીચર તેના નામ પ્રમાણે જ કામ કરશે એટલે કે આખું વોટ્સએપ નું વર્ઝન ડાર્ક બની શકશે. જેવું કે હાલમાં ટ્વીટરમાં ઉપલબ્ધ છે. આ ફીચર રાત્રિના સમયે ઘણો કામમાં આવી શકે છે.
આ સિવાય ડાર્ક મોડ ફીચરથી OLED ધરાવતાં સ્માર્ટફોનની બેટરી ધીમે ધીમે ઉતરશે. અને આંખો પર ઓછી રોશની પડવાથી આંખમાં પણ ઓછી અસર થશે.
તમે જો બીટા ટેસ્ટિંગમાં હો તો આ ફીચર લગભગ તમારા સુધી ઉપલબ્ધ થઈ ગયું હશે, આ સિવાય વોટ્સએપ પર બીટા ટેસ્ટીંગ કઈ રીતના કરવું તે જાણવું હોય તો નીચે કમેન્ટ કરજો આપણે એના વિશે એક લેખ લખીશું.