Site icon Just Gujju Things Trending

આંખ મારીને ફેમસ થઈ ગયેલી પ્રિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો

લગભગ આજથી એક વર્ષ પહેલા ફિલ્મના સીન માં ખાલી એક આંખ મારીને ફેમસ થઈ ચૂકેલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર રાતોરાત ઇન્ટરનેટની સેન્સેશન બની ગઈ હતી. અને ગણતરીના દિવસોમાં તેને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી.

પાછી પ્રિયા ચર્ચામાં આવી છે આ વખતે કારણ બીજું છે, કારણ એવું છે કે પ્રિયા ની નવી તસ્વીરો સામે આવી છે જેમાં પોતાનો નવો લુક જોવા મળી રહ્યો છે. અને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરોને શેર કરી હતી.

જણાવી દઈએ કે તમે પણ આ તસવીર જોઈને કદાચ તેને ઓળખી ન શકો કારણકે એક વર્ષ પહેલા ના તેના દેખાવમાં અને અત્યારના દેખાવમાં ઘણો ફેર પડે છે.

હાલમાં તેને પોતાની જાતને જાણે મેકઓવર કરી નાખી છે, કારણકે ડ્રેસિંગ સ્ટાઇલ, હેર સ્ટાઇલ વગેરે તદ્દન અલગ જોવા મળે છે.

આ ફોટોશૂટમાં રહેલા બધા ફોટા તેને એક મેગેઝિન માટે શૂટ કરાવ્યા હતા. જેની તસવીરો શેર કરતા આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી.

તમે પણ જુઓ આ તસવીરો

જણાવી દઈએ કે જ્યારે તેની ફિલ્મ નો આ સિન વાયરલ થયો હતો, ત્યાર પછી તેના બીજા પણ ઘણા વીડિયો વાયરલ થયા હતા. આ ઉપરથી જોતા એવું લાગી રહ્યું હતું કે તેની આવનારી ફિલ્મ ઘણા રેકોર્ડ તોડશે.

પરંતુ હકીકતમાં તેની ફિલ્મ રિલીઝ થયા પછી ફિલ્મની કહાની દર્શકોને જોઈએ તેટલી પસંદ પડી હતી નહીં, અને ફિલ્મના ક્લાઇમેક્સની ઘણી આલોચના કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર અને બ્લોગીંગ પ્લેટફોર્મ પર ઘણી બધી આલોચના ને જોતા એવી પણ ખબર આવી હતી કે ફિલ્મના ડાયરેક્ટર ક્લાઇમેક્સ ને બદલી નાખ્યો છે અને નવા ક્લાઇમેક્સ અને શૂટ કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે પ્રિયા ની જલદી બોલિવૂડમાં પણ એન્ટ્રી થઇ શકે છે. હાલ તે કઈ ફિલ્મમાંથી એન્ટ્રી કરશે તે કંઇ જાણી શકાયું નથી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version