Site icon Just Gujju Things Trending

કરીનાની ન્યુટ્રિશનિસ્ટ એ જણાવ્યા વજન ઓછું કરવાના રહસ્યો

પ્રેગ્નન્સી પછી કરીના કપૂરે ઘણી તેજીથી પોતાનું વજન ઉતાર્યું હતું, અને તેના પછી તેને ફિલ્મ કરી તેના પ્રમોશનમાં પણ તેનું વજન ખાસ જોઈ શકાય છે. માત્ર જીમમાં વર્કઆઉટ કરવાથી જ નહીં પરંતુ ડાયટ નો પણ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવું જરૂરી છે. તેની ફિલ્મના પ્રમોશન દરમિયાન તેનું બોડી જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું કે આટલું વજન કઈ રીતે ઉતાર્યું. આની પાછળ કદાચ એની nutritionist નો કમાલ હોઈ શકે.

અમે કોઈ સાધારણ ન્યુટ્રીશનીસ્ટ ની વાત નથી કરી રહ્યા, રુજુતા દિવેકર નું નામ કદાચ તમે સાંભળ્યું હશે. જો ન સાંભળ્યું હોય તો જણાવી દઈએ કે તે બોલિવૂડની હસ્તીઓ થી લઈને ઘણી મોટી હસ્તીઓની ફિટનેસ સલાહકાર છે. તે પોતાની વજન ઘટાડવાની તકનીકથી અને જાળવી રાખવાની ટિપ્સ ના કારણે ખૂબ પ્રખ્યાત છે.

આ સિવાય ઋજુતા નું કહેવું છે કે સારી ફિટનેસ અને બોડીના માટે નીંદર લેવી જરૂરી છે. તેના કહેવા પ્રમાણે કેફીન નીંદર માટે ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. કેફીનની વધુ પડતી માત્રા લેવાથી આપણે ગમે તેટલી કોશિશ કરીએ તો પણ વજન ઘટાડી શકતા નથી. આથી કેફીન થી હમેશા દૂરી બનાવીને રાખવી જોઈએ.

આ સિવાય પોતાના ઇન્સ્ટાગ્રામ પર વજન ઘટાડવા ની ટીપ્સ શેર કરી હતી. ઘણી વસ્તુઓ થી દૂર રાખવાની પણ સલાહ આપે છે. ચાલો જાણીએ તેને જણાવેલી ટિપ્સ વિશે

કોઈપણ એનર્જી ડ્રિંક્સમાં કેફીનની માત્રા વધુ હોય છે. આથી યુવાનોએ બને તેટલું આવા એનર્જી ડ્રિંક થી દૂર રહેવું જોઈએ. આના સેવનથી માણસના શરીરમાં અને હોર્મોનલ હેલ્થ ને નુકસાન પહોંચી શકે છે.

વજન ઘટાડવાની દવા, પેન કિલર, ગ્રીન ટી, ચોકલેટમાં પણ કેફીનની માત્રા હોય છે. જે આપણી નીંદર કરવાની પેટન ને બગાડી શકે છે, અને શરીરનું વજન વધારી શકે છે. આથી આને ઓછી માત્રામાં જ ખાવું જોઈએ.

સાંજે ત્રણ અથવા ચાર વાગ્યા પછી ચા અથવા કોફી ન પીવી જોઈએ એવું તેઓનું કહેવું છે.

આ સિવાય તેઓએ ઉમેર્યુ હતુ કે ઘી ખાવાથી વજન વધતું નથી પરંતુ ઘટે છે, અને જે લોકો એવું માનતા હોય કે ઘી ખાવાથી વજન વધે તેને આ ધારણા ન રાખવી જોઈએ.

જો તમારું જીવન ધોરણ તંદુરસ્ત અને વજન ઉપરકંટ્રોલ રાખવા માંગતા હોવ તો કુદરતી રીતે મળી આવતા સ્વીટનર્સ જેમ કે મીઠી તુલસી, મધ, શેરડીનો રસ, કોકોનટ સુગર વગેરેનું સેવન કરવું જોઈએ.

જણાવી દઈએ કે એક વખત એને એવું પણ કહ્યું હતું કે, વજન ઘટાડવા એ માણસ જીવનનું ધ્યેય હોવું જોઈએ કે નહીં? કારણ કે અંતે આપણા માણસનું શરીર નષ્ટ થઇ જવાનું છે તો શું કરવું જોઈએ… વધુ જુઓ નીચે વિડિયો માં…

જો તમને આ લેખ માહિતીપૂર્ણ લાગતો હોય તો તમારા મિત્રો તેમજ સગા-સંબંધીઓ સાથે શેર કરજો.

આવા લેખ રોજ મેળવવા માટે ઉપર રહેલું બ્લુ લાઈક બટન દબાવીને તમે આપણા પેજને લાઈક કરી શકો છો. જેથી તમને નવા લેખ અને નવી પોસ્ટ મળતી રહે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version