સો કામ પડતાં મુકી પહેલા આ લેખ વાંચી લો, જીંદગીભર ખુબ જ પ્રેરણા આપશે
એક કોલેજમાં એક પ્રોફેસરે પ્રયોગ કર્યો આ પ્રયોગ કરતી વખતે તેના વિદ્યાર્થીઓ પણ તેની સાથે હતા.
સૌ પ્રથમ પ્રોફેસર એ પાણીની એક ટાંકી લીધી, તે પાણીની ટાંકીમાં શાર્ક માછલીને રાખવામાં આવી. અને જોતજોતામાં જ શાર્ક માછલીને સાથે બીજી થોડી નાની માછલીઓ પણ ટાંકીમાં મૂકી દીધી, બધા વિદ્યાર્થીઓએ જોયું કે નાની માછલીઓ મૂકી રહ્યા છે.
બધા વિદ્યાર્થીઓ જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે હમણાં જ શાર્ક માછલી બધી નાની માછલીઓને ખાઈ જશે, અને થયું પણ એ જ રીતે થોડા જ સમયમાં નાની-નાની બધી જ માછલીઓ હતી તેનો સફાયો શાર્ક માછલી કરી દીધો.
પ્રોફેસરે આ બધું થઇ રહ્યું હતું ત્યાર પછી વિદ્યાર્થીઓની સામે જોયું અને એક મનમાં સવાલ હોય એ રીત નો ચહેરો બનાવ્યો, બધા વિદ્યાર્થીઓએ પ્રોફેસરને પ્રયોગ જોઈને તરત જ કહ્યું કે અરે સાહેબ આ પરિણામમાં કંઈ નવીનતા નથી, આ તો બધાને ખબર જ હતી.
વિદ્યાર્થીઓ, સાચા પ્રયોગની શરૂઆત તો હવે થશે. હવે સંપૂર્ણ ધ્યાન થી અહીં જુઓ કે શું થાય છે? પ્રોફેસરે વિદ્યાર્થીઓને કહ્યું.
પ્રોફેસરે હવે શાર્ક માછલીને પાણી ની ટાંકી માંથી કાઢી લીધી, પછી પાણીની ટાંકીમાં બરોબર વચ્ચોવચ એક ફાઇબરનો ગ્લાસ મુકી દીધો. આથી હવે પાણીની ટાંકીમાં વચ્ચે ફાઇબર ગ્લાસ હોવાથી બંને બાજુ જગ્યા થઇ ગઇ હતી, પછી પ્રોફેસરે એક ભાગમાં શાર્ક માછલીને ફરી પાછી મૂકી દીધી અને બીજા ભાગમાં થોડી નાની નાની માછલીઓ મૂકી.
નાની માછલીઓ ને જોઈએ એટલે તરત જ શાર્ક માછલી તેમને પકડવા માટે તેમની બાજુ જઈને તરાપ મારવા લાગી, પરંતુ પ્રોફેસરે વચ્ચે ફાઇબર નો કાચ મૂક્યો હોવાથી શાર્ક માછલી નાની માછલી ઉપર હુમલો કર્યો પરંતુ તે અસફળ રહી કારણકે વચ્ચે પારદર્શક દીવાલ હતી જે શાર્કને દેખાય નહીં અને તે દિવાલમાં ભટકાઈને પાછી ફરી.
બધા લોકો આ દ્રશ્યો તેની નજર સામે જોઈ રહ્યા હતા, શાર્ક થોડા થોડા સમયના અંતરે નાની માછલીઓ તરફ આગળ વધતી પરંતુ વચ્ચેનો પારદર્શક કાચ સાથે ભટકાતા એટલે ત્યાંથી ફરી પાછી ફરી જતી.
ધીમે ધીમે થોડા કલાકો વિદ્યા પછી શાર્કે નાની માછલીઓને પકડવા માટેના પ્રયાસો ઓછા કરી દીધા.
પ્રોફેસરે સમય થઈ ગયો હોવાથી બધા વિદ્યાર્થીઓ ને રજા આપી અને કહ્યું કે હું આ ટાંકીને અહીં જ રાખવાનો છું, અને આપણે દરરોજ ભેગા થઈને થોડા દિવસો સુધી અંદર જે પણ કંઈ ઘટના બની રહી છે તેનું નિરીક્ષણ કરીશું.
જેમ જેમ દિવસ વીતતા ગયા તેમ નાની માછલીઓને પકડવા માટે શાર્ક માછલી પ્રયાસો ખૂબ જ ઓછા કરી દીધા. એક દિવસ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર બધા ભેગા થયા હતા ત્યારે થોડા સમય સુધી શાર્ક માછલી પ્રયાસો કર્યા પછી નાની માછલીને પકડવાના પ્રયાસ શાર્ક માછલી બંધ કરી દીધા.