સો કામ પડતાં મુકી પહેલા આ લેખ વાંચી લો, જીંદગીભર ખુબ જ પ્રેરણા આપશે
લગભગ ઘણો સમય વીતી ગયો પરંતુ શાર્ક માછલી એ નાની માછલીઓ તરફ જવાનું જ બંધ કરી દીધું, આથી થોડા સમય પછી પ્રોફેસરે ખૂબ જ ચોકસાઇથી ટાંકી ની વચ્ચે રહેલા ફાઇબરના કાચને ત્યાંથી લઈ લીધો.
બધા લોકોને થયું કે હવે તો શાર્ક માછલી તરત જ બીજી માછલીઓને પકડી રહેશે કારણકે હવે વચ્ચે કોઈ જાતનો કાચ હતો નહીં, પરંતુ બધાના આશ્ચર્યની વચ્ચે કાચ ન હોવા છતાં શાર્ક માછલી એ નાની માછલીઓ ને પકડવા નો કોઈ પણ પ્રયાસ ન કર્યો.
ત્યાં હાજર બધા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ નવીન વાત હતી, તેઓને સમજણ ન પડી રહી હતી કે અંદર શું થઈ રહ્યું છે.
પછી પ્રોફેસરે કહ્યું કે, આપણે આ પ્રયોગમાં થી ઘણું શીખ્યા છીએ. શું? ચાલો જાણીએ
આપણા દરેકના જીવનમાં આપણે સપનાઓ જોતા હોઈએ છીએ, અને એમાં કાંઈ ખોટું નથી કારણ કે સપનાઓ જોઈએ તો જ તેને સાકાર કરવાની ઈચ્છા થાય. આપણે આપણા સપના સાકાર કરવા માટે ખૂબ જ મહેનત કરી અને પ્રયાસ કરતા હોઈએ છીએ. પરંતુ આવું કરવા છતાં આપણને ઘણી વખત સફળતા મળતી હોતી નથી.
વારંવાર નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા પછી આપણે આ શાર્ક માછલીની જેમ પ્રયાસ કરવાનું જ છોડી દઈએ અને હાર માની અને બેસી જઈએ છીએ. મનમાં ને મનમાં આપણે વિચારતા હોઈએ છીએ કે હવે આ કાર્ય મારાથી નહીં થઈ શકે.
ત્યારે એવું પણ વિચારવું કે કદાચ ભગવાન એ આપણી પરીક્ષા કરવા માટે આપણા અને આપણા લક્ષ્ય વચ્ચે કાચ મુક્યો હોય તે કાચ ગમે તે સમયે હટાવી લે અને હવે માત્ર આપણે એક જ પ્રયાસ કરવાની જરૂર હોય.
અને કોઈપણ કાર્ય માં નિષ્ફળતા મળે તો સાબિત નથી થઈ જતું કે તમે નિષ્ફળ થશો, કારણકે નિષ્ફળતા પછી જ હંમેશા સફળતા મળે છે. જે વૈજ્ઞાનિકોએ બલ્બ બનાવ્યા હતા. તે વૈજ્ઞાનિકોને પહેલા જ પ્રયાસમાં બલ્બ કઈ રીતે બને તે ખબર પડી હતી નહીં, હજારો પ્રયાસ પછી તેઓએ સફળ રીતે બનાવ્યો હતો.
આથી હવે જીવનમાં ગમે તેટલી નિષ્ફળતા મળે પરંતુ તમારો સફળતા તરફ આગળ વધવાનો પ્રયાસ કરવાનું છોડતા નહિ.
જો આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કમેન્ટ મા સ્ટોરીને રેટિંગ પણ આપજો.
first appeared on justgujjuthings.com