આજનો દિવસ એટલે કે 15 નવેમ્બર નો દિવસ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાશી મુજબ કેવો રહેશે ચાલો જાણીએ…
મેષ રાશિના જાતકો માટે આ દિવસ સારો છે, પોતાના પર વિશ્વાસ રાખીને કાર્ય કરવું. બીજાના ભરોસે ના રહેવું. આળસ તમારો મોટો શત્રુ હોવાથી આળસ ન કરવી. દરેક કાર્યમાં સજાગ રહો. આર્થિક વ્યય વધી શકે તેની કાળજી રાખવી.
વૃષભ રાશિના લોકો માટે સામાન્ય દિવસ કરતા થોડો અલગ દિવસ હશે, તમારા માન-સન્માન અને કીર્તિ વધશે. સાથે સાથે વેપાર ધંધામાં પણ વૃદ્ધિ થશે. સંતાન ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. અને પોતાના વ્યવહારમાં નમ્રતા રાખવી.
મિથુન રાશિ ના લોકો ના દિવસ ની શરૂઆત શુભ થશે. જોકે નવા વેપાર-ધંધામાં લાભ ની આશંકા ઓછી છે. કારકિર્દીને લઈને નિરાશ ન થવું. નવા ઘર નો યોગ બની રહ્યો છે. માતા-પિતાને સ્વાસ્થ્યમાં લાભ થશે.
તમારા એટલે કે કર્ક રાશિના લોકો માટે કાર્ય કરવાના તરીકાઓ ને સુધારવાની જરૂર છે. વેપાર-ધંધામાં વિવાદ હોય તો શાંત થશે. સમય બદલશે. અને આર્થિક સ્થિતિમાં સુધારો આવશે.
સિંહ રાશિના લોકો માટે કાર્યસ્થળ ઉપર ની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. પરિવારમાં વડીલોના સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓનો ધ્યાન રાખવું. લાભના અવસર બનશે, ઘરમાં શાંતિ જાળવવી. નોકરી-ધંધામાં વિવાદ શાંત થશે.
કન્યા રાશિના લોકો એ આજના દિવસે દિનચર્યા રેગ્યુલર રાખવી, સમજી વિચારીને બોલવું. દૂરના મિત્ર સાથે મુલાકાત થાય તો ફાયદામંદ નીવડી શકે. તમારા કાર્યમાં રચ્યાપચ્યા રહેવું બીજાના મામલામાં બોલવાનું ટાળવું.
તુલા રાશિના લોકો એ બહારના વિવાદ ને ઘરમાં કે પરિવારમાં ન થવા દેવા. સારુ બોલવું જોઈએ. પરિણીત જીવનમાં શાંતિ બની રહેશે. માન સન્માન વધશે. શત્રુ પણ પ્રશંસા કરશે.
વૃશ્ચિક રાશિના લોકો માટે વિચારવા કરતા જુદુ કાર્ય થવાને લીધે પરેશાનીઓ વધી શકે, લાભના અવસર મળશે. કાર્ય સ્થળનું વાતાવરણ તમારા પક્ષમાં રહેશે. બને ત્યાં સુધી વિવાદોમાં મૌન રાખવું. પોતાનાથી મોટા એટલે કે વડીલોનો આદર સન્માન કરવું.
ધન રાશિના લોકો માટે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી, કમજોર રહી શકે. એલ-ફેલ ખર્ચો ન થાય તેનું ધ્યાન રાખવું. નોકરી મા અશાંતિનું વાતાવરણ બની શકે, આથી કાળજી રાખવી અને સંભાળીને રહેવું.
મકર રાશિના લોકો માટે કોઈ ચિંતા સતાવી શકે. માનસિક ચિંતા તમારા શરીરમાં અને મગજમાં હાવી ના થવા દેવી. તમારું અંદરનું કોન્ફિડન્સ મજબુત કરવું. આર્થિક લાભ થઇ શકે.
કુંભ રાશિના લોકો ને જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે. જે ઘણા અંશે ફાયદાકારક નીવડશે. યાત્રા થઈ શકે. સ્વાસ્થ્ય નો ખાસ કરીને ધ્યાન રાખવું.
મીન રાશિના લોકો એ સમયની સાથે પોતાને પણ બદલતા રહેવું. તમે વ્યવહાર બદલશો એથી સુખ શાંતિ પ્રાપ્ત થઇ શકે. લાભના અવસર વધશે. વ્યવહારને બદલવાનું તમારે માટે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી.