Site icon Just Gujju Things Trending

22 વર્ષો પછી આ રાશિ ઉપર શરૂ થવા જઈ રહી છે શનિની સાડાસાતી, જાણો કઈ રાશિ પર શરૂ થશે

દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળમાં ક્યારેક ને ક્યારેક શનિ ની સાડાસાતી નો સામનો કરવો જ પડે છે પરંતુ જણાવી દઈએ કે એવું જરૂરી નથી કે શનિદેવની શાળા સાથે કાયમ ખરાબ અસર અથવા ખરાબ સમાચાર લઈને જ આવે શનિની સાડાસાતી સારી પણ હોઈ શકે છે અને ખરાબ પણ. એ કઈ રીતે નક્કી કરવામાં આવે આના માટે શનિની મહાદશા કેવી રહેશે તે જે તે જાતકની જન્મ કુંડળી ઉપર નિર્ભર રહે છે. જણાવી દઈએ કે અઢી વર્ષ પછી 2022માં શનિ પોતાની રાશિ બદલાવી રહ્યા છે.

શનિની રાશિ બદલવાથી મીન રાશિના લોકો પર શનિની સાડાસાતી શરૂ થઈ જશે. જ્યોતિષશાસ્ત્રના વિશેષજ્ઞોના અનુસાર આ રાશિ પર શનિની મહાદશા 22 વર્ષો પછી શરૂ થવા જઈ રહી છે. જાણો કેવી રહેશે તમારી મહાદશા અને શું સાવધાની રાખવાની જરૂર છે.

આવતા વર્ષમાં 29 એપ્રિલ ની તારીખ પછી એટલે કે ૨૯ એપ્રિલ 2022ના રોજ શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે આ દરમિયાન મિથુન અને તુલા રાશિના લોકોને શનિ ઢૈય્યાથી મુક્તિ મળશે તો aja દરમિયાન કર્ક રાશિ તેમાં વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા શરૂ થશે. સાથે સાથે કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતીનો બીજો ચલણ શરૂ થશે અને મકર રાશિ પર પહેલો ચરણ.

જણાવી દઈએ કે શનિની સાડાસાતી ચાલુ થાય એટલે મીન રાશી ના લોકો પર તેનો પ્રભાવ પડશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે મીન રાશિના લોકો પર શનિની દશા એટલી બધી પીડા દાયક નથી રહેતી જેટલી બીજી રાશિઓ પર હોય છે. કારણ આ આ રાશિના સ્વામી ગ્રહ ગુરુ સાથે શનિને સામાન્ય સંબંધ છે. એટલે કે આ બંને ગ્રહો ના તો એકબીજાના દુશ્મન છે કે ના તો એકબીજાના મિત્ર. આ સિવાય ધનુ રાશિ તુલા રાશિ મકર રાશિ તેમજ કુંભ રાશિના લોકો માટે પણ શનિની સાડાસાતી અને શનિની ઢૈયા એટલી બધી મુશ્કેલી ભરી નથી રહેતી. કારણકે ધનુ રાશિ ના સ્વામી ગ્રહ ગુરુ છે અને તુલા એ શનિની ઉચ્ચ રાશિ છે તેમજ મકર અને કુંભ રાશિ ના સ્વામી ગ્રહ શનિ પોતે જ છે.

મીન રાશિના લોકોએ શનિની સાડાસાતી દરમિયાન અમુક વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઇએ જેમ કે જોખમ વાળું કોઈ કામ ન કરવું જોઈએ કારણ કે આ જ સમયગાળા દરમિયાન નુકસાન થવાની વધારે સંભાવના રહે છે.

આ સિવાય વાહન ચલાવવામાં સાવધાની રાખવી જોઈએ કારણ કે ચોટ લાગવાનો ખતરો રહે છે. કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી બચવું જોઇએ કારણ કે આનાથી પણ મોટા મામલા માં ફસાઈ જવાય છે.

એકલા યાત્રા કરવાથી પણ બચવું જોઇએ તેમજ શનિવારના દિવસે જરૂરિયાત મંદ લોકોને દાન જરૂર કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ દોષ માં રાહત થાય છે.

કોઈપણ લોકો અને ખાસ કરીને કોઇપણ મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ. તેમજ ખોટું બોલવું અથવા ખોટું કામ કરવાથી પણ બચવું જોઈએ. સાથે સાથે શનિવારના દિવસે ચામડા અથવા લોખંડનો સામાન ના ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version