Site icon Just Gujju Things Trending

ત્રણ મહિને બદલો કુકિંગ ઓઇલ, ફાયદા જાણીને દંગ રહી જશો

કોઈપણ વસ્તુ બનાવવામાં તેલ અહમ ભૂમિકા નિભાવે છે. અને ખાવાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેલ મહત્વનો ભાગ ભજવે છે. કારણકે કોઈપણ વસ્તુ તેલ વગર સ્વાદિષ્ટ લાગતી નથી. અને જો સ્વાસ્થ્યની વાત કરીએ તો દરેક લોકો ખાવામાં કઈ તેલ નો ઉપયોગ કરવો અને કેટલી માત્રામાં તેલ લેવું તેના વિશે કન્ફ્યુઝન માં હોય છે. જણાવી દઈએ કે તેલના જેમ જેમ ઘણા પ્રકાર હોય છે તેમ તેના ફાયદા પણ અલગ અલગ હોય છે. આથી સમયાંતરે ઓઇલ બદલીને ઉપયોગ કરવો જોઈએ. ચાલો જાણીએ કે આને ક્યારે બદલીને ખાવું જોઈએ.

સૌપ્રથમ તો જાણીએ કે તેલ બદલવું જરૂરી શું કામ છે, તેલમાં ત્રણ પ્રકારની ચરબી મળી આવે છે. પોલીઅનસેચ્યુરેટેડ ફેટ અને મોનો અનસેચ્યુરેટેડ ફેટ આ બંને ફેટ શરીર માટે ઘણુ ફાયદાકારક હોય છે જ્યારે ત્રીજો પ્રકાર એટલે કે સેચ્યુરેટેડ ફેટ હાનિકારક હોય છે. સેચ્યુરેટેડ ફેટ દરેક તેલમાં ઓછી માત્રામાં પણ મળી આવે છે. તમે ટીવી મા કદાચ જાહેરાત જોઈ હશે કે તેલમાં દરેક પોષક તત્વો મોજૂદ છે પરંતુ હકીકતમાં સ્વાસ્થ્યને ઠીક રાખવા માટે તમારે પોતાનું તેલ બદલતા રહેવું જોઈએ.

એક્સપર્ટ અનુસાર જે દરરોજ આપણે રાંધવામાં ઉપયોગ કરીએ છીએ તે તેલ ને બદલતા રહેવું જોઈએ. હૈદરાબાદમાં જ હાલમાં એક રિસર્ચ થઈ જેમાં જણાવવામાં આવ્યું કે જો તમે સ્વાસ્થ્યને સરખું રાખવા માગતા હોવ અને તમારું શરીર બીમારી રહિત રાખવા માંગતા હોવ તો દર ત્રણ મહિને પોતાના તેલને જરૂરથી બદલે. આ સિવાય ફૂડ એક્સપર્ટ ડાયટ નિષ્ણાંતો વગેરેનું પણ માનવું છે કે અલગ-અલગ કુકિંગ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ, તેઓ આવી સલાહ પણ આપતા હોય છે.

હવે ચાલો જાણીએ અલગ અલગ તેલના હેલ્થ માટે ના ફાયદાઓ.

આપણા ભારતમાં સૌથી વધારે જે તેલનો ઉપયોગ કરાતો હોય તેમાં રાય ના તેલ નો નામ આવે છે. આમાં ઓમેગા-3 મળી આવે છે. જેનાથી તમને ભૂખ વધારે લાગે છે. અને આ તેલ તમને શરદી તાવ તેમજ ઇન્ફેક્શનથી બચાવે છે.

નારિયેળના તેલમાં પણ પોતાના અલગ જ ફાયદાઓ છે. જેમ કે ત્વચા અને વાળ માટે આ તેલ ખૂબ જ ફાયદાકારક છે આ સિવાય ખાવામાં જો આનો ઉપયોગ કરવામાં આવે તો આ કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે, તેમજ શરીર ની અંદર રહેલ હાનિકારક ચીજવસ્તુઓને બહાર કાઢીને મેટાબોલિઝમ વધારે છે.

તલનું તેલ પણ ખૂબ જ ફાયદાકારક છે. આ તેલમાં શરીરને લાભ આપે તેવા ફેટ મળી આવે છે. તેનાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર રહે છે. આ સિવાય આ તેલમાં કોપર, કેલ્શિયમ અને ઝીંક જેવા પોષક તત્વ પણ મળી આવે છે જે હાડકાં વિકાસ કરીને તેને મજબૂતી પ્રદાન કરે છે. અને એવું પણ મનાય છે કે આ તેલ ખાવાથી તણાવથી દૂર રહી શકાય છે.

તમે જોતા હશો કે આજકાલ ઓલિવ ઓઈલનો ઉપયોગ ઘણા લોકો કરવા લાગી ગયા છે. તેમાં કેન્સરરોધી તત્વ મળી આવે છે તેનાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે. આ સિવાય આ તેલ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે, અને ખાવાનું બનાવવા માટે હંમેશા એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. બીજા ઓલિવ ઓઈલ થી નુકસાન પણ થઈ શકે છે.

તો તમને ઘણા પ્રકાર મળે છે તેલ બદલતા રહેવા માટે પરંતુ જો ત્રણ મહિને આ વસ્તુ કરવામાં આવે તો તેના સ્વાસ્થ્યમાં ઘણા ફાયદાઓ પહોંચે છે અને શરીર ને લગતા ઘણા નુકસાનથી બચી શકાય છે. આ માહિતી દરેક લોકો સુધી શેર કરજો જેથી દરેક લોકોને આની જાણકારી મળે.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version