અરેન્જ મેરેજ અને લવ મેરેજ આ બંને નો તફાવત ઘણો છે, અને ભારતની વાત કરીએ તો પાછલા ઘણા વર્ષોથી લવ મેરેજ અને અરેન્જ મેરેજ બંને વચ્ચે ડિબેટ ચાલતી રહે છે. જે લોકો કોઈને પ્રેમ કરતા હોય તે લોકો ઇચ્છતા હોય છે કે તેના લવમેરેજ તેની સાથે જ થઈ જાય, જ્યારે પરિવાર ને માન આપી ને અમુક લોકો એરેંજ મેરેજ કરવાનું પણ ઈચ્છતા હોય છે. અને ઘણા લોકો ઇચ્છતા હોવા છતાં પણ લવ મેરેજ કરી શકતા નથી. પરંતુ આજે અમે એવી રાશિઓ વિશે જણાવવાના છીએ જેના લગ્ન મોટાભાગે પ્રેમ લગ્ન એટલે કે લવમેરેજ થતા હોય છે. ચાલો જાણીએ
પ્રેમ લગ્નની વાત કરીએ તો મકર રાશિના લોકો આ બાબતમાં નસીબદાર માનવામાં આવે છે. કારણ કે તેઓને પ્રેમ કરવા માટે કે લગ્ન કરવા માટે વધુ મહેનત કે સ્ટ્રગલ કરવી પડતી નથી. અને તેઓ ખુશમિજાજી હોવાથી પોતાના આજુબાજુનો માહોલ એવો બનાવીને રાખે છે કે તેના પાર્ટનર તેની સાથે હંમેશા ખુશ રહે છે.
મેષ રાશિના લોકો મોટાભાગે શાંત સ્વભાવના હોય છે. તેઓને બીજા લોકોની ભાવનાઓની કદર પણ હોય છે પરંતુ સાથે સાથે તેઓ પોતાના પાર્ટનરને પ્રેમ પણ એટલો જ કરતા હોય છે, અને જો તેને કોઈ સાથે પ્રેમ થાય તો મોટાભાગે તેઓ લવમેરેજ કરતા હોય છે. અને થોડી નાની-મોટી રકઝક પછી તેઓ પોતાની જિંદગી પ્રેમથી વિતાવે છે.
દરેક કામને સમજી-વિચારીને હાથમાં લેવા માટે કુંભ રાશિના લોકો હોય છે. કારણ કે આ લોકો બહુ વિચારીને કોઈપણ કામ કરે છે, અને પ્રેમની વાત કરીએ તો આ લોકો રોમેન્ટિક સ્વભાવના હોય છે. અને જો તેને કોઈ સાથે પ્રેમ થાય તો તેઓ સમસ્યાને પોતાની સમજદારી અને સૂઝ-બૂઝ થી પ્રેમ લગ્ન કરવામાં માને છે.
પાછલા ઘણા વર્ષોની વાત કરીએ તો ઘણા લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે તો ઘણા લોકોએ અરેન્જ મેરેજ પણ કર્યા છે. પરંતુ લોકો પર એવી માન્યતા હોય છે કે પ્રેમ લગ્ન સફળ જતા નથી, પરંતુ જો પ્રેમ લગ્ન પછી પણ અકબંધ રહે અને એકબીજામાં જતું કરવાની ભાવના હોય તો, કોઈપણ લગ્ન નિષ્ફળ જતા નથી.
લગ્નજીવનને સુખી કરવું કે દુઃખી તે યુગલના હાથમાં હોય છે, અને ઘણી વખત એરેન્જ મેરેજ માં પણ નાની તકરાર થતી હોય છે. પરંતુ જો કોઈ એક પાત્ર જતું ન કરે અથવા બંનેમાં અહમ હોય તો સંબંધોમાં અહમ નામ ની દીવાલ વચ્ચે આવી શકે છે કે જે લગ્નજીવન પર દરાર પાડી શકે છે.