Site icon Just Gujju Things Trending

499 વર્ષ પછી દિવાળી ઉપર ફરી પાછો બની રહ્યો છે આ સંયોગ, આ પાંચ રાશિના લોકોની જિંદગી બદલાઈ જશે

હિન્દુ ધર્મના અનેક તહેવારો ના વિશેષ મહત્વ છે. દરેક તહેવાર પોતાની રીતે ખાસ તહેવાર છે. પરંતુ દિવાળી એવો તહેવાર છે જે હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારોમાં સામેલ પણ થાય છે અને તેને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં પણ આવે છે.

આ વર્ષે 14 તારીખે એટલે કે શનિવારે દિવાળી મનાવવામાં આવશે. દિવાળીનું આ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. અને આ વર્ષે દિવાળી ઉપર ગ્રહોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે જેના કારણે લગભગ 499 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે.

દિવાળી એટલે શું? અંધકાર ઉપર રોશનીનો વિજય એટલે આ તહેવાર ને ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ પણ કહેવામાં આવે છે. આ તહેવાર ઉપર લક્ષ્મી માતાજી અને શ્રી ગણેશની પૂજા કરવાનું વિધાન છે. દર વર્ષે કારતક માસની અમાસના દિવસે ઉજવવામાં આવતા આ તહેવાર પાછળ એવી માન્યતા છે કે આ દિવસે જ ભગવાન શ્રી રામ રાવણનો વધ કરીને અને પોતાનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા ફર્યા હતા અને એ જ ખુરશીમાં આખી અયોધ્યા દીવાઓના પ્રકાશમાં ઝગમગી ઊઠી હતી. અને આ પછી જ દિવાળી મનાવવાની પરંપરા ની શરૂઆત થઇ હતી.

આ વર્ષે દિવાળીમાં 14 નવેમ્બરે દિવાળીના દિવસે જ ગુરુ ગ્રહ પોતાની રાશિ હનુમાન અને શનિ ગ્રહ પોતાની રાશિ મકરમાં રહેશે. એ જગ્યાએ શુક્ર કન્યા રાશિમાં નીચે રહેશે અને આ ત્રણ ગ્રહોની આ દશાનો દુર્લભ યોગ વર્ષો પછી બની રહ્યો છે. આવો દુર્લભ યોગ 2020 પહેલા 499 વર્ષ પહેલા એટલે કે સાલ 1521 માં જોવા મળ્યો હતો. એમ વર્ષમાં પણ આ જ દિવસે દિવાળી ઉજવાઈ હતી.

ગુરુ અને શનિ આ બંને ગ્રહો અને આર્થિક સ્થિતિને મજબૂત કરવા વાળા ગ્રહ માનવામાં આવે છે. એવા આજ આ દિવાળી તમારા માટે ઘણા શુભ સંકેત લઈને આવતી હોઈ શકે છે.

આ સંયોગ ને કારણે દરેક રાશિ પર અસર પડે છે. ખાસ કરીને નીચે દર્શાવવામાં આવેલી રાશિ ના લોકો પર આ સંયોગની ખૂબ જ લાભદાયી અસર રહેશે.

આ સંયોગ ના કારણે અનેક રાશિના લોકોમાં વિવિધ પ્રકારની સફળતા જોવા મળશે. વેપાર-ધંધા માં અપાર વૃદ્ધિથી લઈને બીજા પણ ઘણા લાભ મળી શકે છે. માત્ર વેપાર ધંધા જ નહીં પરંતુ પ્રેમના મામલે પણ સફળતા મળવાની પૂરેપૂરી સંભાવના છે. પરિવારમાં સુખ શાંતિ નો યોગ પણ બની રહ્યો છે.

અને આ રાશિના લોકોને નવા રોજગારના અવસર મળવાની પણ ખૂબ જ શક્યતા જોવા મળી રહી છે. આ રાશિઓના લોકોની જીવનશૈલી માં ખૂબ જ મીઠાશ પડવાની છે અને જીવનસાથી તરફથી પણ તમને પૂરતો સહયોગ મળશે.

કઈ છે આ પાંચ રાશિ? આ રાશિઓમાં મકર, કન્યા, કર્ક, કુંભ અને સિંહ રાશિના લોકોનો સમાવેશ થાય છે. આવો મહાસંયોગ આજથી પહેલા વર્ષો પહેલા એટલે કે 499 વર્ષ પહેલા જોવા મળ્યો હતો. આ સંયોગ આ પાંચ રાશિઓ ને ખૂબ જ લાભદાયી સાબિત થશે એવું માનવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે દિવાળીમાં અમુક એવી પણ વસ્તુઓ છે જે કરવાથી તમને ઘણા લાભ પ્રાપ્ત થઇ શકે છે. જેમાં દિવાળી ઉપર માત્ર મહાલક્ષ્મીની જ નહીં પરંતુ સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરી શકાય છે. માન્યતા અનુસાર આ દિવસે યમરાજ, કુબેર, ભૈરવ, અને હનુમાન, કુળદેવ, પિતૃ તેમજ ચિત્રગુપ્તની પણ શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી જોઈએ.

દિવાળીમાં શ્રીસૂક્તનો પાઠ પણ કરવાથી ઘણા ફાયદાઓ મળે છે સાથે સાથે વિષ્ણુ સહસ્ત્રનામ ગોપાલ સહસ્ત્રનામ વગેરેના પાઠ કરવાથી પણ આપણા જીવનના ગ્રહ-નક્ષત્રો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આવા જ બીજા લેખ વાંચવા માટે આપણા પેજ ને લાઈક કરવાનું ચૂકતા નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version