Site icon Just Gujju Things Trending

દરરોજ 5 મિનીટ દોરડા કુદવાના ફાયદા જાણી ગયા તો બધુ ભૂલી જશો!

ઘણી વખત આપણે દોરડા કુદતા હોઈએ છીએ. મોટાભાગના લોકો જ્યારે નાની ઉંમરના હતા ત્યારે સ્પર્ધા તરીકે અથવા મનોરંજન માટે દોરડા કુદતા હશે. પરંતુ ત્યારે આપણે તેના ફાયદાથી અજાણ હતા.

આજે આપણે દોરડા કૂદવાથી શું ફાયદો થાય છે તેના વિશે વાત કરવાના છીએ. રોજ 5 મિનિટ થી લઈને 15 મિનિટ દોરડા કૂદવાથી ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે. પરંતુ આ વસ્તુ ની લગભગ કોઈને ખબર હોતી નથી, કારણ કે આનાથી લગભગ બધા લોકો અજાણ હોય છે.

જણાવી દઈએ કે જો તમે રોજ વજન ઘટાડવા માટે કસરત કરતા હો કે ચાલવા જતા હોવ તો એના કરતા પણ વધારે કારગર સાબિત થઈ શકે છે અને આના ફાયદા પણ મળી શકે છે.

માત્ર વજન ઘટાડવામાં કે અમુક અંગ પૂરતા જ નહીં. પરંતુ આના ફાયદાઓ આખા શરીરમાં મળે છે.

દોરડા કૂદવાથી તમારી શ્વાસ લેવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. સ્વસ્થ રહેવા માટે આપણે ઘણી પ્રકારની કસરતો કરતા હોઈએ છીએ જેમાં શ્વાસ ને આપણે થોડા સમય માટે રોકીએ છીએ, ત્યારે દોરડા કૂદતી વખતે તમારા શ્વાસ રોકવાની કોઈ જરૂર પડતી નથી.

જણાવી દઈએ કે દોરડા કુદવા તે હાડકા માટે પણ બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ જો તમને કોઈ હાડકાં સંબંધિત સમસ્યા હોય તો દોરડા કુદતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

દોરડા કૂદવાથી આખા શરીરની સંપૂર્ણ પણે કસરત થાય છે. જેનાથી આપણા શરીરમાં તાકાત અને કાર્યક્ષમતા વધે છે, તેમજ સુસ્તી સુસ્તી લાગતી નથી.

જ્યારે પણ તમે કામ કરીને કંટાળી જાવ ત્યારે થોડો સમય ફ્રેશ થવા માટે પણ દોરડા કુદી શકાય છે, આનાથી કસરત તો થાય જ છે પરંતુ સાથે સાથે મગજને પણ એક્શન મળે છે. જેથી મગજ ફરી કામ કરવા લાગે છે અને તે પણ પહેલા કરતાં વધુ ઝડપી, આ સિવાય પગમાં પ્રેશર પણ પડતું નથી.

લાંબો સમય એક જગ્યાએ બેસી રહેવાને લીધે પણ શરીરમાં સમસ્યાઓ ઉભી થઈ શકે છે તો એવી સમયમાં થોડા થોડા સમયાંતરે ઊભા થઇને થોડી હલચલ કરવી જોઈએ, અથવા થોડા સમયે ફ્રેશ થવા માટે ભલે થોડી માત્રામાં પણ દોરડા પણ કુદી શકાય.

ઘણા લોકો જોગિંગ અને રનિંગ ની જગ્યા પર દોરડા કૂદવાનું વધારે પસંદ કરે છે કારણ કે તેનાથી કેલરી પણ લગભગ સરખી હકીકતમાં એનાથી વધુ બળે છે અને સાથે સાથે ગોઠણ ઘસાઇ જવાની કે એવી તકલીફ રહેતી નથી.

તો આજથી જ દોરડા કૂદવાનું શરૂ કરી દો અને આવી અગત્યની માહિતી દરેક સાથે શેર કરજો જેથી દરેકને આની જાણ થાય.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version