અમૃતસર ટ્રેન અકસ્માત: રાવણ બનેલાએ ઘણાની જીંદગી બચાવી, ખુદને જ ન બચાવી શક્યો

શુક્રવારે થયેલ અમૃતસરના સૌથી મોટા ટ્રેન અકસ્માતમાં 50 થી વધુ વ્યક્તિઓની મૃત્યુ થઇ છે, અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ વચ્ચે ત્યાં રામ લીલા માં ભાગ લીધેલા અને રાવણ બનેલા દલબીર સિંહ નું પણ મૃત્યુ થયું હતું.

ત્યારે આ ઘટના ઘટી ત્યારે દલબીર ટ્રેનના ટ્રેક પર મોજૂદ હતા. એવું જણાવાઈ રહ્યું છે કે રાવણ બનેલા દલબીર ને ખબર પડી ગઈ હતી કે ટ્રેન આવી રહી છે, આવામાં તેને ત્યાંથી લોકોને હટાવવાની કોશિશ પણ કરી. પરંતુ એટલામાં જ ટ્રેન આવી ગઈ અને આ દુર્ઘટનાનો શિકાર તેઓ પોતે પણ થઈ ગયા.

દલબીરસિંહ ઘણા વર્ષોથી રામાયણમાં રાવણ તરીકે કામ કરતા હતા, એમાં છેલ્લા દિવસે રામલીલાનું મંચ પૂરો થયો પછી થોડા સમય પછી તેઓ રાવણ દહન જોવા ગયા હતા. તેના મોટા ભાઈએ જણાવ્યું હતું કે દલબીર ને ટ્રેન આવતી દેખાઈ હોવાથી લોકોને ટ્રેક પરથી હટવા નું કહ્યું. અને ખેંચીને ઘણા લોકોની જિંદગી બચાવી પરંતુ તે પોતે ન બચી શક્યા. દસ વર્ષ પહેલા આ જ ટ્રેક પર તેના દ્રષ્ટિહીન પિતાની પણ મૃત્યુ થઈ હતી.

આ ઘટના અચાનક બની જવાથી તેનો આખો પરિવાર શોકમાં છે. તેના માતાને હજુ સુધી માનવામાં નથી આવતું કે એનો પુત્ર હવે આ દુનિયામાં નથી, આ સિવાય તેની માતાએ સરકાર પાસે મદદ માંગી હતી કે તેની વહુ કે જેને માત્ર આઠ મહિનાનું બાળક છે તેને સરકારી નોકરી આપવામાં આવે. દલબીર ની પત્નીની પણ રડી રડી ને હાલત ખરાબ થઈ ગઈ છે. તેના પરિવારનું માનવું છે કે આ ઘટના માટે પ્રશાસન જવાબદાર છે.

એવું પણ જણાવાય રહ્યું છે કે મોટાભાગના બાળકો ની મૃત્યુ ટ્રેનની ચપેટમાં નહીં પરંતુ ભાગ-દોડી ના હિસાબે કચડાઈ જવાથી થઈ છે. અચાનક આવી ઘટના બનવાથી ત્યાં ભાગદોડ મચી ગઈ હતી જેમાં ઘણા નાના બાળકો તેના માતા પિતા થી અલગ પડી ગયા હતા. અને ભાગદોડમાં તેઓ શિકાર બની ગયા હતા.

News&Image Source: ANI/Twitter