મામુલી ઈલેક્ટ્રીશીયન ના છોકરા ને મળી 70 લાખ ની નોકરી ની ઓફર

સફળતા અને નિષ્ફળતા એ બંને એક એવી વસ્તુ છે કે જે આપણા હાથમાં નથી પરંતુ તેના માટે મહેનત કરવું તે આપણા હાથમાં છે. ઘણા લોકો નિષ્ફળતા મળતી હોવાથી પ્રયત્નો કરવાના છોડી દે છે તો ઘણા લોકો સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્નો કરવાનું મૂકતા નથી. અને આમ જોવા જઈએ તો આવા જ લોકોને હકીકતમાં સફળતા મળે છે.

આજે આપણે વાત કરવાના છીએ એક વિદ્યાર્થી વિશે જેણે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ પૂર્ણ કર્યો પણ નથી અને તેને અમેરિકા માંથી 70 લાખ રૂપિયાની નોકરીની ઓફર પણ આવી ગઈ.

મામૂલી ઇલેક્ટ્રિશિયન નો છોકરો કે જે જામ્યા યુનિવર્સિટિ માં ભણે છે. સાત સંતાનોમાં તેનો બીજો નંબર છે. તેને યુનિવર્સિટીમાં B.Tech કોર્સમાં એડમિશન ન મળતાં 2015માં ડિપ્લોમા કરવાનું નક્કી કરીને ડિપ્લોમામાં જોડાયો. તેને ઇલેક્ટ્રીક વાહનો નો ખુબ શોખ છે.

Source: TOI

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં આમિરે જણાવ્યું કે,

“ભારતમાં ઈલેક્ટ્રીક વાહનોને ચાર્જ કરવાની મોટામાં મોટી સમસ્યા છે. આથી મેં એક થિયરી ડેવલપ કરી છે. જો એમાં હું સફળ થઈશ, તો ઈલેક્ટ્રીક વાહનોને ચાર્જ કરવાનો ખર્ચ લગભગ 0 બરાબર થઈ જશે. પણ શરૂઆતમાં મારા શિક્ષકો એ મારી વાત માની ન હતી કારણકે આ એક નવું જ ક્ષેત્ર હતું. જોકે, પછી સહાયક શિક્ષક એ મારા કામની સંભાવનાને મહેસુસ કરી અને મને માર્ગદર્શન આપ્યું.”

તેઓના પ્રોફેસરો માંથી એક પ્રોફેસરે આમિર ને પ્રોત્સાહન આપ્યું અને યુનિવર્સિટીની વેબસાઇટ પર તેનો પ્રોજેક્ટ અપલોડ કરાવ્યો. તેઓએ સેન્ટર ઓફ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ પણ રસ બતાવ્યો.જ્યાં તેના પ્રોજેક્ટ અમેરિકાની એક મોટર કંપની નું ધ્યાન આકર્ષિત કર્યું.

“પછી કંપનીએ યુનિવર્સિટી દ્વારા આમેર નો સંપર્ક કરીને તેને બેટરી મેનેજમેન્ટ સીસ્ટમ એન્જિનિયરની નોકરી ઓફર કરી.” તેના પિતાજી એ TOI સાથેની વાતચીત માં જણાવ્યુ.

આમિરના પહેલાથી જ ઈલેક્ટ્રીક ક્ષેત્રમાં રસ હતો. અને તે ઘણા બધા સવાલ પૂછતો રહેતો પરંતુ તેના પિતાજી ઇલેક્ટ્રિશિયન હોવા છતાં બધા સવાલના જવાબ આપી શકતા નહિ. અને તેને સલાહ આપતા રહેતા કે તારા ઇચ્છિત ક્ષેત્રમાં આગળ વધવા માટે કડી મહેનત કરજે. અને આજે જ્યારે તેને આ નોકરીની ઓફર આવી ત્યારે તેના પિતાજી તેનાથી ખૂબ ખુશ છે.

$100000 ની ભારતીય ₹ પ્રમાણે અંદાજે 70 લાખ રુપિયા થાય!

આથી જ કહેવાય છે કે તમે સતત કામ કરતા રહો તો તમને સફળતા મેળવતા કોઈ રોકી શકે નહીં.