દિવાળીનું જેટલું આપણને મહત્વ છે તેટલું જ આધ્યાત્મિક રીતે પણ તેનું મહત્વ છે. હિન્દુ ધર્મમાં દિવાળી સૌથી મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે એટલે કે કારતક અમાસના દિવસે માતા લક્ષ્મી હરે આવે છે. એટલા માટે જ તેના સ્વાગત માટે આપણે પાછલા ઘણા દિવસોથી જોરશોર તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. દરેક લોકો પોતાના ઘરને વિશેષ રૂપથી સજાવતા હોય છે તેમજ સાફ-સફાઈ કરીને બધુ સારુ લાગે તેવું કરતા હોય છે.
શાસ્ત્રોમાં જ્યોતિષશાસ્ત્રોમાં અને બીજા ઘણા એવા શાસ્ત્રો છે જેમાં અનેક તહેવારો તેમજ ઘટનાઓને લઈને અમુક માન્યતાઓ જણાવવામાં આવી હોય છે, જેના માનવી કે નહીં તે આપણા ઉપર હોય છે પરંતુ ઘણી વખત આ માન્યતાઓ સાચી સાબિત થતી હોય છે. જોકે સમય જતાં ઘણી માન્યતાઓ વિશે આપણે માનવાનું બંધ કરી દઈએ છીએ તો ઘણી માન્યતાઓ આપણને સાચી માલુમ પડતી હોતી નથી, એટલે કે એ માન્યતા જ ખોટી રીતના ફેલાતી હોય છે.
દિવાળીમાં ઘણી માન્યતાઓ પ્રચલિત છે કે દિવાળીમાં જ્યારે મા લક્ષ્મી નો ઘરે આગમન થાય તો વ્યક્તિને થોડા સંકેત મળી શકે છે. જેને ખૂબ શુભ માનવામાં આવે છે. દિવાળીની રાતે આ સંકેતો જોઈ જાઓ તો કહેવાય છે કે તે ઘરમાં આવનારા સમયમાં પૈસાની કમી રહેતી નથી. તમે પણ જાણી લો આ સંકેત વિશે
દિવાળીની રાત્રે જો તમને ઘુવડ જોવા મળે તો ઊંઘી જાઓ કે તમારું નસીબ ચમકવાનું છે, કારણકે ઘુવડને માતા લક્ષ્મીજીનું વાહન માનવામાં આવે છે. આથી ઘુવડ ને જોવું તે શુભ સંકેત છે.
જો દિવાળીની રાત્રે બિલાડી ઘરમાં રાખેલ દુધ પી જાય તો તેને પણ શુભ સંકેત માનવામાં અાવે છે. આ સંકેત ખુશીઓ નો સંકેત છે અને માતા લક્ષ્મી તમારી ઉપર આખુ વર્ષ કૃપા વરસાવવાની છે.
આ સિવાય જો દિવાળીની રાત્રે તમે છછુંદર ને જોઈ લો તો તે શુભ સંકેત માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે દિવાળીની રાતે જોવા મળે તો તેનો મતલબ એવો થાય છે કે તમારે આર્થિક ખામી થતી નથી.
આ સિવાય પણ અમુક માન્યતાઓ છે જેમાં એવું પણ માનવામાં આવે છે કે દિવાળીની રાત્રીએ જો કોઈ સદસ્ય ગરોળી જોઈ જાય તો આ પણ એક આર્થિક વર્ષા નો સંકેત હોઈ શકે છે.
માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ માં “જય લક્ષ્મી માં” લખી દેજો અને આગળ શેર કરજો…