નામનો આપણા જીવન સાથે ખુબ જ ઊંડો સંબંધ છે. નામ માત્ર વ્યક્તિની ઓળખ ને જ ઉજાગર કરતું નથી, પરંતુ તેના વ્યક્તિત્વ સાથે જોડાયેલા ઘણા રહસ્યો પણ ઉજાગર કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અમુક અક્ષરો થી શરૂ થનારા નામ ધરાવનાર લોકો નાની ઉંમરમાં જ સફળ થઇ જતા હોય છે. આવા લોકોને ટૂંક સમયમાં અન્ય લોકો કરતા વધારે સંપત્તિ અને ખ્યાતિ મળી શકે છે. અને આવા લોકો નસીબથી વધારે પોતાના કર્મ માં વધારે વિશ્વાસ કરે છે.
D અક્ષરથી શરૂ થતા નામઃ જે લોકોનું નામ D અક્ષરથી શરૂ થાય, તેમનું નસીબ ખૂબ જ સારું હોય છે એવું માનવામાં આવે છે. તેમનામાં આત્મવિશ્વાસ ઘણો જ રહેલો હોય છે. શીખવાની ઉંમરે, તેઓ તેમની નોકરી વિશે વિચારે છે અને સમયસર તેમનો અભ્યાસ પૂર્ણ કરીને સારી વ્યાવસાયિક સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ દરેક જગ્યાએ તેમની છાપ છોડી દે છે.
B અક્ષરથી શરૂ થતા નામઃ આ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો સ્માર્ટ અને મહેનતુ હોય છે. આ બે ગુણોના આધારે તેઓ જીવનમાં જે ઈચ્છે છે તે મેળવી શકે છે. જ્યારે તેઓ યુવાન હોય છે, ત્યારે તેમને જીવનમાં બધું જ મળે છે. તેઓ પોતાનું ભાગ્ય જાતે બનાવે છે. તેઓ નાની ઉંમરથી જ સમાજમાં સ્પષ્ટ ઓળખ મેળવે છે.
S અક્ષરથી શરૂ થતા નામઃ આ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો નાની ઉંમરથી જ પોતાની કારકિર્દી વિશે વિચારવા લાગે છે. તેઓ સફળ થવાનો પ્રયત્ન કરે છે. તેઓ સર્વત્ર ટોચ પર રહેવા માંગે છે.. તેઓ જીવનના તમામ પડકારોનો સામનો હિંમતપૂર્વક અને સાહસિક રીતે કરે છે.
H અક્ષરથી શરૂ થતા નામઃ જે લોકોનું નામ આ અક્ષરથી શરૂ થાય છે તે લોકો સ્માર્ટ હોય છે. તેઓ નાની ઉંમરે તેમની ઓળખ બનાવે છે. તે કારકિર્દીની સીડી પર ખૂબ જ ઝડપથી ચડી શકે છે અને ચડી પણ જાય છે. આવા લોકો પોતાના કાર્યોથી બીજાના દિલ આસાનીથી જીતી લે છે. આવા લોકોની આર્થિક સ્થિતિ સામાન્ય રીતે સારી હોય છે.