શું તમે જાણો છો કે અમુક એવી સામાન્ય બાબતો છે જે આપણે જમ્યા પછી કરતા હોઈએ છીએ તે અમુક સમય પછી તમારી તબિયત ને અસર કરી શકે છે?
આપણા જે વાત કરવાના છીએ એવી વસ્તુઓ વિશે જે ક્યારેય તમારે ભોજન લીધા પછી કરવી ન જોઈએ.
ઠંડું પાણી
જમ્યા પછી તરત ઠંડું પાણી પીવાનું ટાળવું જોઈએ. ઠંડા પાણી ખોરાકને સરખી રીતે વાંચવા દેતું નથી જેના કારણે ઘણી વખત constipation થવાના ચાન્સ વધી જાય છે.
ફ્રુટ
ઘણા લોકોને જમ્યા પછી તરત ફ્રુટ ખાવાની ટેવ હોય છે પરંતુ જણાવી દઈએ કે ફ્રુટ ને બચાવવા માટે સ્પેશિયલ આ પ્રકારના એન્ઝાઇમ ની જરૂર પડે છે અને ફ્રુટ પાચન માટે વધારે સમય લે છે. આથી ખાધા પછી તરત ફ્રૂટ ખાવાથી પણ પાચન ને લગતી સમસ્યાઓ, પેટ ફુલી જવું વગેરે પણ થઈ શકે છે.
ચાલવું
ઘણા લોકોએ તમને કહ્યું હશે કે સૌથી સારું જમ્યા પછી કોઈ કામ હોય તો તે છે ચાલવું, પરંતુ રિસર્ચરો નું એવું માનવું છે કે તમારે કમ સે કમ ચાલવા જતા પહેલા અડધો કલાકની રાહ જોવી જોઈએ. આવું ન કરવામાં આવે તો તેની શરીર પર ખરાબ અસર થાય છે.
સ્મોકિંગ
સ્મોકિંગ હેલ્થ માટે કેટલું ખરાબ છે તે આપણે બધા જાણીએ છીએ, પરંતુ જમ્યા પછી તો સ્મોકિંગ ક્યારેય પણ કરવું જોઈએ નહીં, કારણકે જમ્યા પછી સ્મોકિંગ કરવામાં આવેલી એક સિગરેટ દસ સિગરેટ સ્મોકિંગ કર્યા બરાબર છે. આથી જમીને ક્યારેય પણ સ્મોકિંગ કરવું જોઈએ નહીં. આનાથી Colon કેન્સર અને લંગ કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
નીંદર
નીંદર કરવી એટલે કે ઊંઘવું એ આપણા જીવનની જરૂરિયાતની વસ્તુ છે. પરંતુ જો જમ્યા પછી તરત જ સૂવામાં આવે તો એના કારણે તમને discomfort એટલે કે અગવડતા લાગે અથવા ક્યારેક આના કારણે તમારી સૂવાની ટેવમાં પણ અસામાન્ય સ્લીપિંગ પેટર્ન જોવા મળે છે. આથી જમ્યા પછી તરત સૂવાનું ટાળીને બીજી કોઈ પ્રવૃત્તિ માં લાગી જવું.
ચા અને કોફી
ચા અને કોફી ને જો સમયસર અને એની ચોક્કસ માત્રામાં પીવામાં આવે તો આ બંને શરીર માટે ફાયદાકારક છે. અને ગુજરાતીમાં એક કહેવત પણ છે કે અતિની ગતિ નથી એટલે કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ સારી નથી. મોટાભાગના ન્યુટ્રિશનિસ્ટ દ્વારા એવું જ સલાહ કરવામાં આવતું હોય છે કે જમ્યા પછી કમ સે કમ એક કલાક પછી ચાનું સેવન કરી શકાય.
શાવર
જમ્યા પછી તરત જ નાહવાથી આખા શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે પરંતુ આ પ્રવાહ પેટમાં વધતો નથી. આના કારણે ખાવાનું પચતું નથી અને પાચનને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આથી તો જમવા પછી નાહવાની ઈચ્છા થતી હોય તો 30 મિનિટ પછી નાહવાનો સમય સારો ગણી શકાય. આથી ઓછામાં ઓછી અડધી કલાક તો જમ્યા પછી નાહવા માટે રાહ જોવી જોઈએ.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.