Site icon Just Gujju Things Trending

F-16 ને જોઈને સૌથી પહેલા કહી હતી અભિનંદને આ વાત, જાણીને ગર્વ થશે

પુલવામા માં થયેલા હુમલા પછી ભારત નોન મિલિટરી એકશન કરીને તેનો બદલો લીધો હતો. જેના કારણે વિફરેલા પાકિસ્તાને બીજા દિવસે ભારતીય એર સ્પેસ નું ઉલ્લંઘન કરીને પાક લડાકુ વિમાનો ભારતમાં ઘૂસ્યા હતા.

ભારત એ આના જવાબમાં તુરંત જ તેને પાછા મોકલવા માટે વીમાનો મોકલ્યા હતા, અને ગણતરીની મિનિટોમાં જ આપણા વિમાનોએ આ વિમાનોને પાછા ભગાડી દીધા હતા. ખુશખબર એ હતી કે પાક વીમા નો ને પાછા તો ભગાડી દીધા હતા પરંતુ સાથે સાથે તેના એક F-16 વિમાનને પણ તોડી પડાયું હતું. પરંતુ દુર્ભાગ્યથી આપણું એક વિમાન ક્રેશ થયું હતું, જેમાંથી વિંગ કમાન્ડર અભિનંદન એ સુરક્ષિત રીતે ઇજેક્ટ તો કરી નાખ્યું હતું. પરંતુ તેઓ Drift થઈને પાકિસ્તાન અધિકૃત કશ્મીરની સીમામાં લેન્ડ થયા હતા. જ્યાં તેને પાકિસ્તાન આર્મી દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

૬૦ કલાક પછી ભારત પાછા ફરી ચૂકેલા અભિનંદન હાલમાં તેઓ મેડિકલ ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે તેવું સામે આવ્યું હતું. અભિનંદન ને લઈને ધીમે-ધીમે ઘણી જાણકારીઓ આવી હતી.

જેમકે પાકિસ્તાનમાં લેન્ડ થયા પછી તેની બહાદુરી ની વાતો પણ સામે આવી હતી, જેમાં અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને કઈ રીતે mob નો પીછો છોડાવ્યો અને તેની બહાદુરી ની બીજી પણ ઘણી વાતો સામે આવી હતી.

એક હિન્દી વેબસાઈટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે વિંગ કમાન્ડર અભિનંદન જ્યારે લડાકુ વિમાન લઈને 15 હજાર ફૂટની ઊંચાઈએ ઊડી રહ્યા હતા ત્યારે અભિનંદન ની નજર ભારતીય સીમામાં ઘુસેલા પાકિસ્તાનના ફાઈટર જેટ F-16 ઉપર પડી. આજે વિમાન 8000 ફૂટની ઉંચાઇ પર નૌશેરા સેક્ટરમાં થી અંદર દાખલ થયું. અભિનંદન એ તરત જ પોતાના સાથીઓ ને રેડિયોમાં એક મેસેજ મોકલ્યો કે “આને હું ખદેડી નાખીશ, આ મારો શિકાર છે”

અને અભિનંદન એ તરત જ પાકિસ્તાનના એરક્રાફટને નિશાનો બનાવવાની કોશિશો શરુ કરી દીધી. આ એંગેજમેન્ટ માં બંને વિમાનો વચ્ચે થોડા સમય સુધી ટક્કર ચાલી હતી, અને બંનેની ઝડપ પણ ધરતી પર ચાલનારી ગાડીઓ કરતા ક્યાંય વધુ હતી.

ત્યાર પછી અભિનંદને પોતાનું અદ્ભુત સાહસ દેખાડીને 65 વર્ષ જૂના વિમાનથી પાકિસ્તાનના અત્યાધુનિક લડાકુ વિમાન પર નિશાનો સાધી લીધો અને એક મિસાઈલ છોડી હતી જેમાં આ વિમાન તોડી પડાયું હતું. અને અભિનંદન નું વિમાન જ્યારે એક F-16 નો મુકાબલો કરી રહ્યું હતું ત્યારે બીજા વિમાન તરફથી અભિનંદન ના વિમાન પર ફાયર કરવામાં આવ્યો.

આ એંગેજમેન્ટ માં અચાનક અભિનંદન ના સાથી એ હુમલા કરવા વાળા બીજા પાકિસ્તાની વિમાનને ભગાડી દીધું હતું, પરંતુ અભિનંદનનું ફાઈટર જેટ ક્રેશ થઈને સીમાની પેલે પાર જતું રહ્યું હતું, અને અંતે તેના કાબૂમાં થી બહાર ચાલ્યો જાય તે પહેલા તેને પોતાની જાન બચાવવા માટે ઈજેક્ટ કરી નાખ્યું હતું. અને પેરાશૂટ ખોલ્યા પછી હવાના ફ્લોને કારણે તેઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલ્યા ગયા હતા.

ગર્વ છે આ જાંબાઝ ઉપર, તમે પણ આ લેખને શેર કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version