એક ૧૭ વર્ષનો છોકરો અને વિધવા સ્ત્રી, અચાનક છોકરાનું એક્સિડન્ટ થયું અને પછી…
એક ખુબ જ સુખી સંપન્ન કપલ હતું, અને બંને ખુશીથી રહેતા હતા, એવામાં અચાનક પતિ ની મૃત્યુ અકાળે થઈ ગઈ, અને તેની પત્ની વિધવા થઈ ગઈ. તેના માથા પર અચાનક જ ઘરની સાથે સાથે પોતાના એકના એક દીકરા ની પણ જવાબદારી આવી પડી. જોકે તેને પણ હવે નાની નોકરી મળી ગઇ હતી આથી તે તેના દીકરા સાથે એટલી પણ રહી શકતી હતી તેમ જ પોતાનો ખર્ચો સારી રીતે નિભાવી શકતી હતી. અને દરેક જવાબદારી પોતાના રીતે તે ખૂબ જ સારી રીતે નિભાવી રહી હતી.
એ સ્ત્રી વિધવા તો હતી પણ એ રીતે તૈયાર થતી કે પુછો જ નહી! સિંદૂર અને ચાંદલા સિવાય બધું જ લગાવતી હતી. આખી કોલોનીમાં લગભગ તેની ચર્ચા થતી, તેનો એક દીકરો પણ હતો જે હાલ લગભગ 13-14 વર્ષનો જ હશે. પોતાના પતિ રેલવેમાં કામ કરતા હતા, અને ખૂબ જ સારી પોસ્ટ પર હતા. તેના ગુજરી ગયા બાદ તેને એક નાની નોકરી મળી હતી, જે કરીને તે પોતાનું ભરણપોષણ પૂરું કરી શકતી હતી.
એમ કહો કે તે સ્ત્રી ના દેખાવ તે સમય પ્રમાણે બિલકુલ અલગ જ હતા, ઘણા વર્ષો પહેલાં પણ તે સમયમાં સ્ત્રી બોય કટીંગ વાળ રાખતી હતી. અને શેરીમાં તો દરેક સ્ત્રી આ સ્ત્રીને અત્યંત ખુલ્લા વિચારોવાળી માનતા અને અંદરો અંદર દરેક સ્ત્રીઓ તેને સન્માન આપતી નહીં.
એક સમયની વાત છે જ્યારે રોહિત પણ હમણાં જ ૧૭ વર્ષનો થયો હતો. અને એમ કહીએ કે તેને જવાની હજુ નવી નવી હતી તો પણ ચાલે. પરંતુ આટલી નાની ઉંમરમાં જ ઘર વસાવવાના સપના તે જોવા લાગ્યો હતો, અને આમ પણ શોખીન રોહિત અડધો દિવસ તો અરીસા સામે જ પસાર કરતો હતો અને બાકીનો અડધો દિવસ પેલી સ્ત્રી ની શેરીમાં ચક્કર લગાવવામાં. હજુ પુખ્ત વયના પણ ન થયેલો રોહિત નો મગજ એ મામલામાં જરા પણ કામ કરતું નહીં કે સમાજ શું વિચારશે? તે પોતાના દિલની વાત જો બધાને ખબર પડી જશે તો શું થશે તેની કોઈ જાતની ચિંતા તેને હતી નહીં.
બસ દિવસમાં એક વખત તે ગમે તેમ કરીને તે સ્ત્રીને જોવા માંગતો, અને જાણે આ તેનો રોજનો નિત્યક્રમ બની ગયો હતો.
એક વખતની વાત છે ત્યારે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો અને રોહિત તેના સ્કુલ થી પાછો આવી રહ્યો હતો, સાયકલ પર બીજા જ વિચારોમાં પરોવાયેલા રોહિતને ખબર જ ન રહી કે ત્યારે સામે કીચડના કારણે રસ્તો સ્લીપરી હશે અને સાયકલને ધીમી કરી નાખીએ, એવામાં સામેથી એક વાહન આવી રહ્યું હતું તેની સાથે તેની સાયકલ અથડાઈ અને રોહિત સાયકલ માંથી નીચે પડી ગયો. માથાના ભાગે ઉપર ઈજા થઈ હોય તેવો અહેસાસ થયો એટલે તેને પોતાના હાથથી પોતાના માથા ઉપર એ ભાગે લડકીને જોયું તો ત્યાં થી લોહી વહી રહ્યું હતું. શું