એક ૧૭ વર્ષનો છોકરો અને વિધવા સ્ત્રી, અચાનક છોકરાનું એક્સિડન્ટ થયું અને પછી…
એટલામાં જ ત્યાં આસપાસ દરેક લોકો ની ભીડ જામી ગઇ અને અચાનક એક અવાજ આવ્યો રોહિત! ન જાણે કેમ પણ આ અવાજ તેને ઓળખીતો લાગ્યો, જોયું તો ધૂંધળી આંખે તેને દેખાઈ રહ્યું હતું કે પહેલી જ સ્ત્રી લોકોની ભીડને ચીરીને પોતાના તરફ દોડતી દોડતી આવી રહી હતી. અને તરત જ ત્યાં પાસે આવીને રોહિત ના માથા ને પોતાના ખોળામાં લઇ જ્યાંથી લોહી વહી રહ્યું હતું ત્યાં પોતાની હથેળીથી દબાવી દીધું. પેલી સ્ત્રીએ સાડી પહેરી હતી તે રંગીન સાડી પર પણ હવે લોહી લાગે ચૂક્યું હતું, અને પેલી સ્ત્રી રાડો પાડીને કહી રહી હતી કે અરે આ મારો દીકરો છે, કોઈ સહાયતા તો કરો. અમને કોઈ હોસ્પિટલ લઈ જાઓ. રોહિત ને હજુ સુધી યાદ છે કે એક રીક્ષા ઉભી રહે છે, એમાં બન્ને લોકો બેસે છે અને રિક્ષામાં પણ આંટી તેનું માથું પકડીને બેઠી હતી.
હોસ્પિટલ જાય છે રોહિતને ટાંકા આવે છે, અને પછી સ્વસ્થ થઈને તેને ઘર મોકલવામાં આવે છે. ઘરે જતી વખતે રિક્ષામાં પણ પેલી સ્ત્રી જ તેને મૂકવા આવે છે, પણ પરંતુ હજુ તેને સમજ આવ્યું નથી કે જ્યારે પેલી સ્ત્રીએ તેને છાતીએ લગાવ્યો હતો તો એવું કેમ લાગ્યું કે જાણે તેની પોતાની માતા એ જ તેને ખોળામાં લીધો હોય. પેલી સ્ત્રી વિશે તે જેવું વિચારતો, તે બધી વાતો એક બાજુ રહી ને વાત્સલ્યની ભાવના આખરે ક્યાંથી આવી? તેમનો દ્રષ્ટિકોણ એક જ ક્ષણમાં કઈ રીતે બદલાઈ ગયો? કેમ તે પેલી સ્ત્રીને હવે માતૃત્વના શુદ્ધ ભાવથી જોવા લાગ્યો હતો?
રોહિત આજે તો પોતાની ઘણી જિંદગી જીવી ચૂક્યો છે, અને એક રિટાયર્ડ ઓફિસર છે, પોતાનો સમય વિતાવવા માટે તે ઘર નજીક બગીચામાં પણ અવારનવાર જાય છે. અને આજે પણ તે સુંદર સ્ત્રીઓને પાર્ક માં કસરત કરતા જોઈને સ્માઈલ કરે છે. કારણ કે એક મોટી પહેલી તો એને બાળપણ માં જ હલ કરી લીધી હતી. તે આજે જાણે છે, માને છે અને ઘણા ને કહ્યુ પણ છે કે મહિલાઓનો મુળ ભાવ માતૃત્વ નો છે. એ ભલે ગમે તેટલી અપ્સરા જેવી દેખાય પણ દિલથી દરેક મહિલા એક “માં” છે. એ માં માત્ર પોતાના બાળકો માટે જ નથી, તે દરેક લાચાર માં પોતાના સંતાન ને જોવે છે. દુનિયાના દરેક નાના-મોટા દુખ એક મહિલા માટે દસ ગણું મહેસુસ થાય છે કારણ કે એ પોતે જ કલ્પના કરી બેસે છે કે જો આ મારા દીકરા અથવા દીકરી સાથે થયું હોત તો? અને આ કલ્પના માત્રથી જ તેની રૂહ કાંપી ઊઠે છે. એ રડી પડે છે અને દુનિયાને લાગે છે કે સ્ત્રીઓ તો કમજોર હોય છે.
રોહિત સ્માઇલ કરીને મનોમન કહે છે કે, સાંભળો દુનિયા ના ભ્રમિત પુરુષો… સ્ત્રી દિલથી કમજોર નથી હોતી, એ તો ખાલી “માં” હોય છે.
જો આ સ્ટોરી પસંદ પડી હોય અને તમને આ લેખ ગમ્યો હોય તો દરેક લોકો સાથે શેર કરજો અને કોમેન્ટમાં આ લેખને 1 થી 5 ની વચ્ચે રેટિંગ આપજો.