એક સ્ત્રીને એક અજીબ ટેવ હતી કે જે મોટાભાગે લગભગ કોઈને નથી હોતી. એ સ્ત્રી ને એવી ટેવ હતી કે દરરોજ સુતા પહેલા પોતાની આખા દિવસની ખુશીઓને એક કાગળ પર લખી લેતી હતી.
દિવસમાં ગમે તેટલું કામ કર્યું હોય દિવસમાં ગમે તેટલી દોડાદોડી કરી હોય અને દિવસ દરમ્યાન ગમે તેટલા થાકી ગયા હોય તો પણ દિવસ દરમિયાન જે પણ કોઈ ખુશીની પળો મળી હોય આ પળોને આ સ્ત્રી રાત્રે કાગળ ઉપર લખી લેતી.
એક રાતની આ વાત છે, ઘડિયાળમાં અંદાજે બાર વાગી રહ્યા હતા. રૂમની ખુલ્લી બારીમાંથી ચંદ્રમાનો પ્રકાશ ધીમે ધીમે રૂમમાં પ્રવેશી રહ્યો હતો. સ્ત્રી પોતાના રૂમમાં પ્રવેશીને તેના બેડની બાજુમાં રહેલા ખાના પાસે જાય છે ખાનું ખોલી ને તેમાંથી એક ડાયરી કાઢે છે.
એ ડાયરી માંથી એક કાગળ અલગ કરીને તે કાગળ માં કશું લખે છે,
તેને લખ્યું હું ખુશ છું કે મારા પતિ આખી રાત જોરદાર નસકોરા બોલાવે છે. કારણ કે તેઓ જીવિત છે અને મારી પાસે છે, હે ભગવાન તારો આભાર માની રહી છું.
કાગળ ની બીજી લાઈન પર તેને લખ્યું હું ખુશ છું કે મારો દીકરો સવાર સવારમાં એ વાત પર ઝઘડો કરે છે કે આખી રાત મચ્છરોએ તેને સુવા નથી દીધો. એનો મતલબ કે તે આખી રાત ઘરે વિતાવે છે બહાર જઈને નથી ઉડાવતો હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર.
હું ખુશ છું કે દરેક મહિને ઇલેક્ટ્રિસિટી ગેસ પેટ્રોલ વગેરે પર સારો એવો ટેક્સ દેવો પડે છે, એનો મતલબ કે મારી પાસે બધી વસ્તુઓ છે અને હું તેનો ઉપયોગ કરી રહી છું. જો આ વસ્તુઓ મારી પાસે ન હોત તો જિંદગી કેટલી મુસીબત વાળી હોત? હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર.
હું ખુશ છું કે દર વર્ષે તહેવારો ઉપર ભેટ-સોગાદો ખરીદવામાં મારું પર્સ ખાલી થઈ જાય છે, એનો મતલબ કે મારી પાસે પ્રેમ કરવાવાળા, મારા મિત્રો, મારા સગા સંબંધીઓ, મારા પોતાના એવા ઘણા લોકો છે જેને હું ભેટ આપી શકું. જો આ લોકો કોઈ જિંદગીમાં જ ન હોય. તો જિંદગીમાં રોનક શું રહે? એ ભગવાન તારો ખૂબ ખૂબ આભાર
હું ખુશ છું કે દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં હું કામ કરીને ખૂબ થાકી જઉં છું એટલે કે મારામાં આખા દિવસ દરમિયાન સખત કામ કરવાની તાકાત અને હિંમત છે આ માત્ર ઈશ્વરની કૃપાથી જ મળી શકે એ ભગવાન તારો ખૂબ ખૂબ આભાર.
હું ખુશ છું કે દરરોજ અલાર્મની અવાજ આવે કે તરત જ હું જાગી જાવ છું, એટલે કે મને દરરોજ એક આખો દિવસ ભેંટમાં મળે છે. હે ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર…
ખુશ છું કે દરરોજ મારે મારા ઘરને સાફ કરીને પોતા મારવા પડે છે, અને દરવાજા તેમજ બારીઓને પણ સાફ કરવી પડે છે. સારું છે મારી પાસે ઘર તો છે જે લોકો પાસે રહેવા માટે છત નથી તેનો શું હાલ થતો હશે? હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર.
હું ખુશ છું કે ક્યારેક ક્યારેક હું થોડી બીમાર પડી જાવ છું, એટલે કે મારી તબિયત મોટા ભાગે સારી જ રહે છે. હે ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર
આટલું જ નહીં તે સ્ત્રીએ તે કાગળ ઉપર આ સિવાય પણ ઘણા વાક્યો લખ્યાં અને દરેક વાક્યને અંતે ભગવાનનો આભાર માનતી.
આટલું લખીને ફરી પાછો કાગળ સાચવીને રાખી દીધો અને ડાયરી ને ફરી પાછી ડ્રોવર માં મૂકી દીધી, આ કદાચ એક અજીબ વાત પણ લાગે.
પરંતુ જો જીવવાના આ ફોર્મ્યુલા ઉપર આપણે અમલ કરીએ તો, આપણી અને આપણા લોકોની જિંદગી જીવવાની મજા વધી જશે, તમારું આ વિશે શું માનવું છે?
આપણે દરેક નાની-મોટી સમસ્યાઓમાં જિંદગી પ્રત્યેક વાંક તો ઘણી વખત કાઢતા હોઈએ છીએ પરંતુ એ જ રીતે આપણે દરેક નાની-મોટી વાતમાંથી નાની નાની ખુશીઓને પણ હજીએ અને જીવનમાં કંઈ પણ થાય પરંતુ નાની નાની ખુશીઓ માટે પણ ભગવાનનો આભાર માનીએ. જો આ લેખ તમને પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ફ્રી છે.