ઘડપણનો સાચો સહારો કોણ? દીકરો કે વહુ, અચૂક વાંચજો
અને સાસુ-સસરા ઘણી વખત પોતાના જ દિકરા ને જે વાત કરતાં ખચકાય છે, તે વાત તેની વહુ જ પોતાના પતિને કહે છે. ઘણી વખત વધારે પડતા બીમાર રહેવાને કારણે સાસુ-સસરા પાછળ વધારે સમય પણ આપવો પડતો હોય તો પણ બાળકોની સાર-સંભાળ ની સાથે તે પોતાના સાસુ-સસરા ની પણ સંભાળ લેવાનું ચુકતી નથી.
આપણી આજુબાજુમાં ઘણી એવી વહુ હશે કે જે પોતાના સાસુ-સસરાની સેવા કરતી હશે, અથવા કરી હશે. આપણે પણ આપણે જ માતા આપણા દાદા-દાદી વગેરેની સેવા કરતા જોયા હશે. અને એવા જ ઘણા બધા દાખલાઓ તમને મળી જશે.
એ વાતમાં કોઇ શંકાને સ્થાન નથી કે સાસુ અથવા સસરા નિવૃત્ત થયા પછી તેમજ પોતાની સંપત્તિ તેના પુત્રને સોંપ્યા પછી કોઈપણ જરૂર હોય તો તે તેના દીકરાને વાત કરે છે, અને દીકરાઓ પણ તેના માતા પિતાની જરૂરિયાત પૂરી પાડવા માં કોઈ કસર છોડતા નથી.
આ લેખ ને અંતે એક સવાલ પૂછવા માંગીએ છીએ કે આખરે ઘડપણ નો સાચો સહારો કોણ? દીકરો કે વહુ.
તમારો જે પણ જવાબ હોય તે કોમેન્ટમાં જણાવજો.
અને જો આ લેખ તમને સારો લાગ્યો હોય તો દરેક લોકો સુધી શેર કરજો.