Site icon Just Gujju Things Trending

જવાનોની તેરમી પહેલા લેવાયો બદલો, 21 મિનિટ માં 200-300 આતંકીઓ ઢેર

પુલવામામાં થયેલા હુમલા પછી આખો દેશ દુઃખી તો થયો હતો પરંતુ સાથે સાથે એટલો જ આક્રોશમાં પણ હતો. અને આ બધાનો આક્રોશ જોઈને લગભગ એક જ દિવસમાં પ્રધાનમંત્રી મોદીએ પણ એલાન કરી દીધું હતું કે બદલો તો લેવાશે પરંતુ ભારતીય સેના જ્યારે ઈચ્છે ત્યારે, જેમ ઇચ્છે તેમ, અને કોણ બદલો લેશે એ બધું એ લોકો નક્કી કરશે. આવું એલાન કરીને તેને સેનાને નિર્ણય લેવાની છૂટ આપી દીધી હતી.

અને આ છૂટ આપ્યા પછી પણ કાશ્મીરમાં ઘણા આતંકીઓને ઠાર મરાયા હતા, પરંતુ આજે મંગળવારે સવારે સાડા ત્રણ વાગે ઈન્ડિયન એરફોર્સે મિરાજ-2000 કે જે એક ફાઈટર જેટ છે એવા 12 વિમાન ઉડાડી ને પાકિસ્તાનના કબજે કરેલા કાશ્મીરમાં એટલે કે POK મા ઘુસાડીને હુમલો કરી નાખ્યો. અને આમાં કેટલાય આતંકવાદીઓના કેમ્પ તબાહ કરી નાંખ્યા છે.

સૌપ્રથમ તો ઇન્ડિયન એર ફોર્સ ને આ એર strike માટે સલામ કરવું જ પડે, અને અમે કે તમે નહીં પરંતુ આખો દેશ તેને સલામ કરી રહ્યો છે.

ક્યારે થયો હુમલો?

મંગળવારે હજુ સવાર પણ ન પડી હતી ત્યારે સાડા ત્રણ વાગ્યે 12 જેટલા મિરાજ-2000 વિમાનોને નિયંત્રણ રેખા ની પેલી બાજુ લઈ જઈને 1000 કિલોના બોમ્બ વસાવવામાં આવ્યા. અને આ એર સ્ટ્રાઈક ને કારણે કેટલાય આતંકવાદીઓના કેમ્પ ઇન્ડિયન એર ફોર્સ તહેસનહેસ કરી નાખ્યા છે. અને એ જ જગ્યાએ જ્યારે પાકિસ્તાન ને હજુ ખબર પડે તે પહેલાં જ આપણા બધા વિમાનો ભારતમાં પાછા પણ આવી ગયા હતા.

કઈ હતી હુમલા ની જગ્યા?

અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય લડાકુ વિમાનોએ પંજાબના આદમપુર થી ઉડાન ભરી હતી. અને POKમાં બાલાકોટ, મુજફ્ફરાબાદ અને ચકોટી જેવી જગ્યાએ રહેલા ત્રાસવાદીઓના લોન્ચ પેડ ને ઉડાડી નાખ્યા હતા. આ સહિત ત્રાસવાદી સંગઠન નો કંટ્રોલ રૂમ પણ તબાહ કરી નાખ્યો હતો. અને આ હુમલાની જગ્યા અંદાજે આપણી લાઇન ઓફ કન્ટ્રોલ થી 70 કિલોમીટર દૂર આવેલી છે. એટલે કે ભારતે 70 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં ઘૂસીને બોમ્બમારો કર્યો હતો.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપી હતી ચેતવણી

જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરીએ એટલે કે ત્રણ દિવસ જ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાના બયાનમાં કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ ખરાબ સંજોગો છે. અને ભારત આ વખતે મોટી કાર્યવાહી કરવાનું છે. અમેરિકાનું પ્રશાસન બંને દેશના સંપર્કમાં છે. આશા રાખું છું કે આ દુશ્મની જલદી ખતમ થઈ શકે.

ભારતે જે સપ્ટેમ્બર 2016 સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી આ એક પ્રકારની એવી જ રીતના strike કરેલી છે, પરંતુ આ વખતે એર સ્ટ્રાઇક કરી છે જેનાથી આપણા બાર વિમાનોને ઉડાડીને દુશ્મન દેશની સીમામાં ઘૂસીને તબાહી મચાવી ને પાછા લાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે ઈન્ડિયન એરફોર્સે જ્યાં strike કરી છે, ત્યાં 11-12 જેટલા આતંકીઓના કેમ્પ હતા.

Cover Image: Representational, not an actual photo

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version